Money Laundering: અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુસીબત રાજ કુંદ્રાના કારણે ફરી એકવાર વધી છે. આ વખતે ઈડી દ્વારા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર મની લોનરીંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ઈડી દ્વારા રાજ કુંદ્રાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મામલો બીટકોઈનના ઉપયોગ વડે રોકાણકારો સાથે છેતરપિંડી કરવા સંબંધિત છે. ગુરુવારે ઈડી તરફથી જણાવવામાં આવ્યું હતું કે મની લોડરીંગ કેસમાં તપાસ કરતા રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના નામે રહેલા બે બંગલા અને ઈક્વિટી શેર સહિત 98 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પપ્પા પછી મમ્મીના બીજા લગ્ન માટે દીકરો ઉતાવળો, અરહાને મલાઈકાને પુછી લગ્નની તારીખ..


ઈડી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે,  2002 ના સાવધાન હેઠળ રીપુ સુદન કુન્દ્રા ઉર્ફે રાજ કુંદ્રા સંબંધિત 97.79 કરોડ રૂપિયાની અચલ અને ચલ સંપત્તિઓને અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે.  પોસ્ટમાં એ જાણકારી પણ આપવામાં આવી છે કે જપ્ત કરેલી સંપત્તિમાં જુહુ સ્થિત એક બંગલાનો પણ સમાવેશ થાય છે જે શિલ્પા શેટ્ટીના નામ પર છે સાથે જ પુણેમાં આવેલો એક બંગલો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે સાથે જ રાજ કુંદ્રાના નામે રહેલા ઈક્વિટી શેરને પણ ઇડીએ જપ્ત કર્યા છે. 


આ પણ વાંચો: જાન્હવી કપૂરની એક્શન-થ્રિલર ફિલ્મ ઉલજનું ટીઝર રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ


ઈડી દ્વારા આ કાર્યવાહી મની લોંડરીંગ કેસ હેઠળ કરવામાં આવી છે. જેમાં વન વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને આરોપી દિવંગત અમિત ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ અને મહેદ્ર ભારદ્વાજ સહિત અન્ય લોકો વિરુદ્ધ તપાસ શરુ કરી હતી. જેમણે બિટકોઈન તરીકે દર મહિને 10 ટકા રિટર્નના ખોટા વાયદા કરી સામાન્ય જનતા પાસેથી મોટી ધનરાશિ એકત્ર કરી હતી. 


આ પણ વાંચો: KBC 16:કરોડપતિ બનવા થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થઈ રહ્યું છે કેબીસી માટે રજીસ્ટ્રેશન


ઈડીનો આરોપ છે કે પ્રમોટરોંએ રોકાણકારોને છેતર્યા છે. અને ખોટી રીતે પ્રાપ્ત બિટકોઈનને અસ્પષ્ટ રીતે વોલેટમાં છુપાવ્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ કુંદ્રાને બિટકોઈન પોંજી કૌભાંડના માસ્ટરમાઈંડ અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા. જે રાજ કુંદ્રા પાસે છે અને તેની કીંમત હાલ 150 કરોડ રુપિયાથી વધુ છે.