Malaika Arora: પપ્પા પછી મમ્મીના બીજા લગ્ન માટે દીકરો ઉતાવળો, અરહાને પોતાના શોમાં મલાઈકાને પુછી લગ્નની તારીખ

Malaika Arora On Marriage: અરહાન ખાન અને મલાઈકા અરોરા વચ્ચે આ એપિસોડમાં મલાઈકાના લગ્ન, અરહાનની વર્જિનિટી અને સંબંધોને લઈને મુક્ત મને ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે મલાઈકા અરોરા પહેલા અરહાન ખાનના શોમાં અરબાઝ ખાન અને સોહેલ ખાન મહેમાન બન્યા હતા. ત્યાર પછી મલાઈકા અરોરા ગેસ્ટ બનીને પહોંચી હતી. 

Malaika Arora: પપ્પા પછી મમ્મીના બીજા લગ્ન માટે દીકરો ઉતાવળો, અરહાને પોતાના શોમાં મલાઈકાને પુછી લગ્નની તારીખ

Malaika Arora On Marriage: મલાઈકા અરોરાના દીકરા અરહાન ખાને તાજેતરમાં જ પોતાનો શો ડંબ બિરયાની શરૂ કર્યો છે. શોના એક નવા એપિસોડમાં તેણે તેની માતા સાથે ચટપટી વાતો કરી હતી. અરહાન ખાન અને મલાઈકા અરોરા વચ્ચે આ એપિસોડમાં મલાઈકાના લગ્ન, અરહાનની વર્જિનિટી અને સંબંધોને લઈને મુક્ત મને ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે મલાઈકા અરોરા પહેલા અરહાન ખાનના શોમાં અરબાઝ ખાન અને સોહેલ ખાન મહેમાન બન્યા હતા. ત્યાર પછી મલાઈકા અરોરા ગેસ્ટ બનીને પહોંચી હતી. 

આ એપિસોડ માટે અરહાન ખાને મલાઈકા અરોરા સાથે તેના એક્સ હસબન્ડ અરબાઝ ખાન અને મલાઈકાના બીજા લગ્નનું શું પ્લાનિંગ છે વિશે પણ ચર્ચા કરી હતી. આ ચર્ચા પરથી લાગે છે કે અરહાન ખાન મલાઈકા અરોરાના બીજા લગ્ન માટે ઉતાવળો છે. 

અરહાન ખાને આ એપિસોડમાં પોતાની માતા મલાઈકા અરોરાને સીધું જ પૂછી લીધું હતું કે હવે દેશ જાણવા માંગે છે કે તમે લગ્ન ક્યારે કરી રહ્યા છો ? જોકે તેણે અર્જુન કપૂરનું નામ લીધું ન હતું પરંતુ તેણે મલાઈકાને પૂછી લીધું કે તેને એક ફિક્સ તારીખ, લગ્નનું વેન્યુ, ડેસ્ટિનેશન વિશે બધું જ જાણવું છે..

દીકરા અરહાન ખાનના આ પ્રશ્ન પર મલાઈકા અરોરાએ જવાબ આપતા કહ્યું કે, આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેને મરચું ખાવું બરાબર લાગશે.. કારણ કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી. તેણે પૂછેલા પ્રશ્નનો જવાબ તેને ખબર નથી. છેલ્લે તેણે એટલું કહ્યું કે હાલ તે પોતાની બેસ્ટ લાઈફ જીવી રહી છે. 

ત્યાર પછી અરહાન મલાઈકા અરોરાને પૂછે છે કે, અરબાઝ ખાનના કયા ગુણ તેનામાં છે એટલે કે અરહાન ખાનમાં છે ? અને તે કઈ વાતને પસંદ કરે છે અને કઈ વાતને નહીં. આ વાતનો જવાબમાં મલાઈકા કહે છે કે અરહાન ખાનના હાવ ભાવ અરબાઝ ખાન જેવા છે. તે પ્રામાણિક વ્યક્તિ છે અને તે કોઈપણ વસ્તુને વધારીને નથી કરતા. પરંતુ તેની સાથે તે નિર્ણય લેવાની બાબતમાં નબળા છે જે તેને પસંદ નથી. તે ઝડપથી નક્કી કરી શકતો નથી કે તે કયા રંગનો શર્ટ પહેરશે તેને શું ખાવું છે વગેરે.. 

મહત્વનું છે કે અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે 1998માં લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નના 19 વર્ષ પછી 2016 માં અલગ થવાનો નિર્ણય કર્યો. મલાઈકા અને અરબાઝ ખાનના ડિવોર્સ 2017 માં થયા. થોડા સમય પહેલા જ અરબાઝ ખાને બીજા લગ્ન મેકઅપ આર્ટિસ્ટ સુરા ખાન સાથે કર્યા છે અને મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news