Ekta Kapoor એ મહિલાઓની Sexuality પર કહી આ વાત, તમે પણ થશો વિચારવા પર મજબૂર
બોલીવૂડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી કંટેન્ટ ક્રિએટર એકતા કપૂર (Ekta Kapoor) મહિલાઓના મુદ્દાના પરદા પર સારી રીતે દર્શાવે છે. તે હમેશાં મહિલાઓના મુદ્દાઓ પર બોલે છે. તેણે આ મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે
મુંબઇ: બોલીવૂડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી કંટેન્ટ ક્રિએટર એકતા કપૂર (Ekta Kapoor) મહિલાઓના મુદ્દાના પરદા પર સારી રીતે દર્શાવે છે. તે હમેશાં મહિલાઓના મુદ્દાઓ પર બોલે છે. તેણે આ મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે. એકતા કપૂરે કહ્યું કે, મોટાભાગના દેશોમાં સ્ત્રીઓની Sexuality ને પાપ માનવામાં આવે છે. તેણે વધુમાં કહ્યું, લિપસ્ટિક અંડર માય બુર્કા, ધ ડર્ટી પિક્ચર, ડોલી કિટ્ટી અને વો ચમકતા સિતારેં, જેવી સશક્ત મહિલા કેન્દ્રીય સ્ટોરીઓને દર્શકો સુધી પહોંચાડવાનો પોતાનો નિર્ણય છે.
સમજી વિચારી એકતાએ કહી આ વાત
એકતા કપૂર (Ekta Kapoor) કહે છે, 'મેં આ નિર્ણય ખૂબ વિચારપૂર્વક લીધો છે. મોટાભાગના દેશોમાં, સ્ત્રીઓની Sexuality ને પાપ માનવામાં આવે છે. આ ખૂબ મોટી સમસ્યા છે અને મને ઘણી વાર કહ્યું છે કે હું મારા ટેલિવિઝન શોમાં સાડી અને બિંદી સાથે મહિલાઓને બતાવીને પણ આ સફરનો એક મોટો ભાગ રહી છું. જો કે, દેશમાં મહિલાઓના વિકાસને જોઈને હું દંગ રહી છું. લોકો આ હકીકતને સ્વીકારવાનું ટાળે છે કારણ કે સાડી અથવા સ્વિમસ્યુટ પહેરવું એ સ્ત્રીની પસંદગી છે.
આ પણ વાંચો:- Kareena Kapoor ને હોસ્પિટલ લઇને પહોંચ્યા Saif Ali Khan, બસ થોડીવાર અને...
એકતાએ કહી આ વાત
તેણે (Ekta Kapoor) વધુમાં કહ્યું કે, તેણે ઘરેલુ મુદ્દાઓ સાથે ઝઝૂમતી મહિલા સંઘર્ષની વાતો દર્શાવી છે અને હવે 'અન્ય મુદ્દાઓ' ધરાવતી મહિલાઓની સ્ટોરીઓ કહેવાનો સમય છે.
આ પણ વાંચો:- 11 વર્ષનો સાથ, 5 વર્ષમાં લગ્ન તૂટ્યા- જાણો દીયા મિર્ઝાની ફર્સ્ટ લવ સ્ટોરી
નવા વેબ શો લઇને આવી રહી છે એકતા
તમને જણાવી દઈએ કે, આ વર્ષે એકતા કપૂરના (Ekta Kapoor) ઘણા શો આવવાના છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણા પ્રયત્ન કરી રહી છે. આ વર્ષે ઘણી વેબ સિરીઝ પણ લાઇન અપ છે. આ ઉપરાંત અભિનેત્રી અનિતા હસનંદાનીની (Anita Hassanandani) ડિલીવરી દરમિયાન સ્થળ પર હાજર હતી. તેણે અનિતાના બેબી શાવરનું પણ આયોજન કર્યું. બંને ખૂબ સારા મિત્રો છે. એકતા અનિતાની ડિલિવરીને લઈને પણ ખૂબ ઉત્સાહિત હતી. એકતાનો ડિલિવરી પછીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube