રિલીઝના ગણતરીના કલાકો પહેલાં લીક થયો `ધડક`નો ઇમોશનલ સીન, એક્ટિંગ જોઈને થઈ જશો શોક

ઇશાન-જહાન્વીની ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે
મુંબઈ : જહાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરને ચમકાવતી 'ધડક' આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને યુવાનોમાં આ ફિલ્મ જોવાનો ઉત્સાહ વધ્યો છે. હકીકતમાં આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. આ મૂળ ફિલ્મનો અંત ટ્રેજડીભર્યો હતો જેમાં ફિલ્મના હિરો-હિરોઇનની હત્યા થઈ જાય છે. આ અંત જોઈને લોકોની આંખમાં આંસું આવી જતા હતા. હવે આ હિન્દી ફિલ્મની રિમેકનો શું અંત હશે એ વિશે બધાને ભારે ઉત્સુકતા છે.
હવે આ ફિલ્મનો એક સીન લીક થયો છે. આ ફિલ્મમાં જાન્હવી પાર્થવી નામની છોકરીનો તેમજ ઇશાન મધુ નામના છોકરાનો રોલ કરી રહ્યો છે. આ લિક થયેલા વીડિયોમાં પાર્થવી તેની માતા અને પરિવારજનોને યાદ કરીને બહુ રોવે છે જ્યારે મધુ તેને દિલાસો આપે છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...