નવી દિલ્હી: બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) છેલ્લા 5 કલાકથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) સવાલોનો સામનો કરી રહી છે. ભૂત પોલીસ (Bhoot Police) ફેમ એક્ટ્રેસથી મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમાચાર એજન્સી ANI એ તેમના વેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી આ વિશેમાં ટ્વિટ કરી જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ બાબતે થઈ રહી છે પૂછપરછ?
ANI ના ટ્વિટ મુજબ, 'એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા પાંચ કલાકથી દિલ્હીમાં બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) પૂછપરછ કરી રહી છે.' જોકે, જેકલીન કઈ બાબતે ED ના સવાલોનો સામનો કરી રહી છે તે અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી નથી.


આ પણ વાંચો:- અનુપમાને ચામાંથી માખીની જેમ કાઢી ફેંકસે વનરાજ, સમર-નંદિની વચ્ચે કોઈ ત્રીજાની થશે એન્ટ્રી


ભૂત પોલીસને લઇને ચર્ચામાં જેકલીન
બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) છેલ્લા કેટલાક સમયથી તેની અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસને (Bhoot Police) લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અર્જૂન કપૂર (Arjun Kapoor) લીડ રોલ પ્લે કરી રહ્યા છે અને યામી ગૌતમ (Yami Gautam) તેમજ જેકલીન ફર્નાન્ડીઝ આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.


સપ્ટેમ્બરમાં 12 દિવસ બેંકોમાં તાળું, આ તારીખોએ બંધ રહેશે બેંકિંગના કામકાજ


સલમાન ખાનની નજીક જેકલીન
તમને જણાવી દઇએ કે, જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) નજીક માનવામાં આવે છે. એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં સલમાન ખાન સાથે જોવા મળી ચૂકી છે અને બંનેની નજીકતાના સમાચાર પણ ઉડતા રહે છે. જો કે, આ વિશેમાં ક્યારે પણ કોઈ સત્તાવાર જાહેરાત કોઈ તરફથી કરવામાં આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube