Anupama Spoiler Alert: અનુપમાને ચામાંથી માખીની જેમ કાઢી ફેંકસે વનરાજ, સમર-નંદિની વચ્ચે કોઈ ત્રીજાની થશે એન્ટ્રી

ટીવી સીરિયલ ‘અનુપમા’માં (Anupamaa) એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. શોમાં એક નવા કિરદારની એન્ટ્રી થઈ રહી છે. નવી એન્ટ્રીના આગમન પહેલા શો મેકર્સે ખૂબ હાઈપ ક્રિએટ કરી છે. અનુપમાની લાઈફ પૂરેપૂરી બદલાઈ જશે

Updated By: Aug 30, 2021, 05:16 PM IST
Anupama Spoiler Alert: અનુપમાને ચામાંથી માખીની જેમ કાઢી ફેંકસે વનરાજ, સમર-નંદિની વચ્ચે કોઈ ત્રીજાની થશે એન્ટ્રી

નવી દિલ્હી: ટીવી સીરિયલ ‘અનુપમા’માં (Anupamaa) એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. શોમાં એક નવા કિરદારની એન્ટ્રી થઈ રહી છે. નવી એન્ટ્રીના આગમન પહેલા શો મેકર્સે ખૂબ હાઈપ ક્રિએટ કરી છે. અનુપમાની લાઈફ પૂરેપૂરી બદલાઈ જશે. બીજીબાજુ કાવ્યા (Kavya) અને વનરાજને (Vanraj) મોટો આંચકો લાગશે. શાહ પરિવાર (Shah Family) પણ અનુપમાની લાઈફમાં આવેલા નવા વ્યક્તિને જોતો જ રહી જશે. આ નવા કિરદારની એન્ટ્રી અનુપમાની લાઈફ ફરીથી ગુલેગુલઝાર કરશે. લડાઈ-ઝઘડાનો દોર ખત્મ થઈ જશે. સીરિયલમાં દર્શકોને અનુપમાનો રોમેન્ટિક અંદાજ પણ જોવા મળશે. આ ઉપરાંત સમર અને નંદિનીનાં પ્રેમની ગાડી પર પણ બ્રેક લાગી જશે.

નંદિની અને સમરની વચ્ચે આવશે કોઈ ત્રીજુ
અત્યાર સુધી તમે જોયુ કે અનુપમા (Anupama) ના ઘરમાં અનુજ કાપડિયા (Anuj Kapadia) ની એન્ટ્રી અને અનુપમાની રીયૂનિયન પાર્ટીને લઈ ખૂબ ચર્ચા ચાલી રહી છે. લોકોને ખબર નથી કે, અનુપમા અનુજને પહેલાથી ઓળખે છે. અનુપમા (Anupamaa) અને અનુજના જૂના સંબંધો વિશે પણ ઘરવાળાઓ અજાણ છે. બીજીબાજુ નંદિનીની લાઈફમાં હલચલ શરૂ થઈ જાય છે. અપકમિંગ એપિસોડમાં તમે જોશો કે, નંદિનીને વારંવાર કોઈના કોલ આવે છે. નંદિની આ કારણે સમરને ઈગ્નોર કરે છે. તે સમરથી થોડુ અંતર રાખતી નજરે પડશે. આ કારણે સમર અને નંદિની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત થશે.

આ પણ વાંચો:- 'ઘરવાળા મને ગંદી ફિલ્મોની અભિનેત્રી સમજતા હતા, સગા સમજતા હતા પોર્નસ્ટાર' તમે શું કહેશો?

સામે આવશે જૂનો રાઝ
અપકમિંગ એપિસોડમાં નંદિનીની લાઈફ સાથે જોડાયેલો એક જૂનો રાઝ સામે આવશે. જે સામે આવવાનાં ડરનાં કારણે નંદિની ડરેલી નજરે પડશે.  જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયુ કે, નંદિનીની ફોન કરનાર શખ્સ કોણ છે. નંદિનીની હરકતો સમરને પરેશાન કરી મૂકશે અને મનમાં વ્હેમનો કીડો સળવળવા લાગશે. આ બધી ધાંધલ વચ્ચે કોઈ વ્યક્તિ નંદિની પર નજર રાખી રહ્યુ હશે. બીજીબાજુ અનુપમા પોતાના જૂના આશિક અનુજ કાપડિયાને રિયૂનિયનમાં મળશે. બંનેનું મિલન જોવા જેવુ હશે. ખાસ કરીને અનુપમાનું રિએક્શન.

આ પણ વાંચો:- અરમાન કોહલીની ડ્રગ્સ કેસમાં કરી ધરપકડ, 12 કલાક ચાલી પૂછપરછ

વનરાજ અનુપમાની અવગણના કરશે
શોના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે, કાવ્યાની સાથે મળીને વનરાજ અનુપમાને ઈગ્નોર કરશે. તે અનુજ કાપડિયા સાથે ડીલ કરી લેશે. આમ કરવા પર અનુપમા એક શબ્દ પણ નહીં કહે. બાપુજી પણ આ ડીલથી નાખુશ હશે. કારણકે તે પોતાનું આખુ કારખાનું વેચવા નથી માગતા. તેમની મરજીની વિરુદ્ધ જઈને વનરાજ ડીલ કરી લેશે. વનરાજનાં આ નિર્ણયથી કાવ્યા ખૂબ જ ખુશ જોવા મળશે અને પોતાના ફ્યુચરની પ્લાનિંગ કરવા લાગશે.

આ પણ વાંચો:- બોલીવુડના આ સેલેબ્સનો સેક્સ વિશે ચોંકાવનારો ખુલાસો, આલિયાએ જણાવી પોતાની મનગમતી પોઝિશન

અપકમિંગ શોમાં કાવ્યા એક્સાઈટ થઈને રાખીનું દેવુ ચૂકવવા 20 લાખ રૂપિયાનો ચેક આપી દેશે. આ જોઈને રાખી દંગ રહી જાય છે. રાખીને ડર છે કે, ક્યાંક ચેક બાઉન્સ ન થઈ જાય. રાખી કાવ્યાને વોર્નિંગ આપતા કહે છે, જો ચેક બાઉન્સ જશે, તો તે કાવ્યા પર છેતરપિંડીનો કેસ ફાઈલ કરશે.  વનરાજ અને કાવ્યા અનુજ કાપડિયાને મળવા રવાના થઈ જશે. આગામી એપિસોડ ખૂબ જ ધમાકેદાર સાબિત થવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube