નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સિનેમા અને થિયેટર એસો. દ્વારા લોકોને માત્ર 75 રૂપિયાની ટિકિટમાં ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું છે. જોકે, હવે આ માટેની તારીખ બદલાઈ ગઈ છે. જો તમે પણ 75 રૂપિયામાં ફિલ્મ જોવાનો પ્લાન કરી રહ્યાં હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો. કારણકે, હવે નેશનલ સિનેમા ડેની ઉજવણી અને તેની સ્પેશિયલ ઓફરની તારીખ બદલાઇ ગઇ છે. તેનું ખાસ કારણ પણ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


હાલ રણબીર કપુરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રૂપેરી પડદે ધૂમ મચાવી રહી છે. સિનેમાઘરોમાં રણબીર કપુરની ફિલ્મનો જાદુ છવાયેલો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. રિલીઝના ચાર દિવસમાં જ બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ કલેક્શન 200 કરોડને પાર થઈ ગયું છે. પહેલાં આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે થિયેટર્સમાં 75 રૂપિયામાં બતાવવાની હતી. પરંતુ, બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ફિલ્મનો રિવ્યુ જબરદસ્ત છે. તેથી થિયેટરર્સ એસો. પોતાનો ધંધો જાણવી રાખવા માંગે છે. જેને કારણે 16 તારીખે હવે એ 75 રૂપિયા વાળી ઓફર લાગૂ નહીં થાય. 16 તારીખે તમારે ફિલ્મની આખી ટિકિટ જે ભાવે ચાલતી હશે એ જ ભાવે લેવી પડશે. બંપર ઓપનિંગના કારણે સારો બિઝનેસને જાળવી રાખવા નિર્માતાઓ સમાન કિંમતે ફિલ્મને થિયેટરોમાં બતાવશે.


મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે 16 સપ્ટેમ્બરે બતાવવામાં આવનારી તમામ ફિલ્મો 23 સપ્ટેમ્બરે 75 રૂપિયામાં બતાવવામાં આવશે (cinema day postponed). ખાસ વાત એ છે કે આ ઓફર દેશભરમાં લાગુ થશે. નેશનલ સિનેમા ડે પર, PVR, INOX સહિત 4000 થી વધુ મલ્ટિપ્લેક્સ અને થિયેટરો બ્રહ્માસ્ત્ર સહિત અન્ય ફિલ્મો દર્શાવશે. આનાથી હાલમાં સારું કલેક્શન કરતી ફિલ્મોને ફાયદો થશે.


આ વર્ષે થિયેર્સમાં આવેલી મોટાભાગની ફિલ્મો ખરાબ રીતે પીટાઈ ગઈ છે. પરંતુ, કેટલીક એવી ફિલ્મો હતી જેનું બોક્સ ઓફિસ કલેક્શન સારું હતું. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે નેશનલ સિનેમા ડે પર તમામ ઉંમરના લોકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવી શકે છે. MAI એ દાવો કર્યો છે કે ભારત એક સમૃદ્ધ સ્થાનિક ઉદ્યોગ છે અને સમગ્ર વિશ્વમાં ફિલ્મ બિઝનેસમાં સૌથી ઝડપી રિકવરી જોવા મળી છે. લોકડાઉન ખતમ થયા પછી જ્યારે ફિલ્મો રિલીઝ થવા લાગી ત્યારે બિઝનેસ ફરી સારો થવા લાગ્યો. આ દિવસ સિનેમા હોલના સફળતાપૂર્વક ફરી શરૂ થવાની ઉજવણી કરે છે. ઉલ્લેખનીય છેેકે, વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ ફિલ્મોએ થિયેટર્સમાં સારો દેખાવ કર્યો છે. KGF: ચેપ્ટર 2, RRR, ભૂલ ભૂલૈયા 2, વિક્રમ અને હોલીવુડની Doctor Strange અને Top Gun: Maverick જેવી સારી ફિલ્મો રિલીઝ થઈ છે.


આ ફિલ્મો 23 સપ્ટેમ્બર સુધી રિલીઝ થશે:
​વેંધુ થાનીન્ધથુ કાડુ (15 સપ્ટેમ્બર)
સિયા (16 સપ્ટેમ્બર)
આ અમ્મયી ગુરિંચી મિકુ ચેપ્પલી (16 સપ્ટેમ્બર)
ધોખા – રાઉન્ડ ધ કોર્નર (23 સપ્ટેમ્બર)
ચુપ (23 સપ્ટેમ્બર)


75 રૂપિયામાં ટિકિટ કેવી રીતે બુક કરવી-
23 સપ્ટેમ્બરે બતાવવામાં આવનારી ફિલ્મોનું 75 રૂપિયામાં બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ઑનલાઇન બુકિંગ માટે, તમારી મનપસંદ મૂવી પસંદ કરવા માટે BookMyShow, PVR, Miraj, Paytm, INOX, Cinepolis અથવા Carnival પર જાઓ. તેની કિંમત (રૂ. 75) ફિલ્મની બાજુમાં દેખાશે. તમારા લોકેશન અને સીટ પ્રમાણે બુકિંગ કરવાથી તમારું બુકિંગ પૂરુ થઈ જશે. બીજી તરફ, જો તમે ઑફલાઇન બુક કરાવવા માગો છો, તો તમે મૂવી ટિકિટ કાઉન્ટર પર જઈ શકો છો અને તે મૂવીની ટિકિટ 75 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઑફર માત્ર 23 સપ્ટેમ્બર માટે જ માન્ય છે. (cinema day postponed)