નવી દિલ્લીઃ સાઉથના સુપર ડાયરેક્ટર તરીકે જાણીતા એઅસ. એસ. રાજમૌલિ હંમેશાથી તેમના દમદાર ક્રિએશન માટે જાણીતા છે. બાહુબલી, બાહુબલી પાર્ટ-2 અને મગધિરા જીવે અનેક શાનદાર ફિલ્મો બનાવીને રાજમૌલિએ એક આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે થોડા સમય આવેલી રાજમૌલિ આરઆરઆ એ ફરી એકવાર ચર્ચા જગાવી છે. આ વખતે આ ચર્ચામાં માત્ર અહીં પુરતી સિમિત નથી. આ વખતે આ ચર્ચા છેક ઓસ્કર સુધી પહોંચશે.  ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR'ને આગામી વર્ષે ઓસ્કર માટે તમામ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, રાજમૌલિનું આરઆરઆરમાં નિર્દશન એટલું જબરદસ્ત હતું કે, કોઈપણ હોલીવુડની ફિલ્મ તેની સાથે નમી જાય. ત્યારે આ વખતે ઓસ્કરમાં ધૂમ મચાવવા માટે આરઆરઆર તૈયાર છે. બેસ્ટ એક્ટર માટે જુનિયર NTR તથા રામ ચરન, આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ તથા અજય દેવગનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. ફિલ્મનું સ્ક્રીનિંગ ગયા શુક્રવારે 30 સપ્ટેમ્બર લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું.


ફિલ્મ 'RRR'ને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, ઓરિજિનલ સોંગ, સ્કોર, એડિટિંગ, સિનેમેટોગ્રાફી, સાઉન્ડ, પ્રોડક્શન ડિઝાઇન તથા VFXને સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ તથા અજય દેવગનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.


ફિલ્મ વિદેશમાં લોકપ્રિય-
ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ઘણી જ લોકપ્રિય થઈ છે. અમેરિકા-જાપાનમાં આ ફિલ્મ સૌથી વધુ લોકપ્રિય છે. જુનિયર NTRએ થોડાં સમય પહેલાં જ જાપાનના મીડિયા સાથે વાત કરી હતી.


ફિલ્મે 1200 કરોડનું કલેક્શન કર્યું-
ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ વખાણી હતી. ફિલ્મમાં રામચરણ, જુનિયર NTR, આલિયા ભટ્ટ, અજય દેવગન લીડ રોલમાં હતા. ફિલ્મે વર્લ્ડવાઇડ 1200 કરોડનું કલેક્શન કર્યું હતું.