મુંબઈઃ બોલીવુડમાં કપૂર ખાનદાન એક ખાસ સ્થાન ધરાવે છે. આ એવો પરિવાર છેકે, જેનો દરેક સભ્ય સેલિબ્રિટિ છે. ત્યારે બોલીવુડને વધુ એક સેલિબ્રિટિ મળવા જઈ રહી છે. ફેન્સની સાથો-સાથ રણબીર અને આલિયાના પરિવારના સભ્યો નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ પ્રેગનન્ટ છે. હાલ તે હોસ્પિટલ પહોંચી ગઈ છે. હવે ગમે ત્યારે કપૂર ખાનદાનમાં નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે. આલિયા હાલ મેડિકલ ટીમના ઓબ્ઝર્વેશનમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં મમ્મી-પાપા બનશે આલિયા-રણબીરઃ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. પરિવાર અને મિત્રો ઉપરાંત ચાહકો પણ તેમના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, આલિયાના બેબી શાવરની વિધિઓ પૂર્ણ થઈ હતી, જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. દંપતીના પરિવારજનો પણ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે તે હોસ્પિટલમાં એડમિટ થઇ છે. ડોક્ટરોની સ્પેશિયલ ટીમ હાલ આલિયાની દેખરેખ કરી રહી છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube