Anupama Spoiler Alert: લગ્ન થતા જ રોમાન્સ કરવા રઘવાયો થયો અનુજ, હવે આટલી ઉંમરે હનીમૂન મનાવશે અનુપમા!
Anupama Spoiler Alert: ટીવી સિરીયલ ‘અનુપમા’માં ફાઈનલી અનુજ અને અનુપામાનાં લગ્ન થઈ ગયા. લગ્ન બાદ હવે એકબાજુ અનુપમાને સરપ્રાઈઝ મળવાનું છે, ત્યારે બીજીબાજુ વનરાજનું ઘર બરબાદ થવાનું છે.
Anupama Spoiler Alert: ટીવી પર આવતી સિરીયલમાં અનુપમા એ ખુબ જ લોકપ્રિય સિરીયલ છે. થોડા જ સમયમાં ઘર-ઘરમાં આ કહાનીએ ઘર કરી લીધું છે. લોકોને આ સિરીયલના પાત્રો એમાંય ખાસ કરીને અનુપમાનું પાત્ર ખુબ જ પસંદ આવી રહ્યું છે. ત્યારે ટીવી સિરીયલ ‘અનુપમા’માં ફાઈનલી અનુજ અને અનુપામાનાં લગ્ન થઈ ગયા. હવે અનુપમા જોશીમાંથી કપાડિયા બનીને અનુજના ઘરની વહુ બની ગઈ. મહિનાઓ સુધી ચાલેલા લગ્નનાં ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થતા હતા. લગ્ન થયા બાદ હવે વારો છે સુહાગરાતનો. અપકમિંગ એપિસોડમાં અનુજ અને અનુપમાની સુહાગરાત બતાવવામાં આવશે. બીજીબાજુ સિરીયલમાં વનરાજનું ઘર બરબાદ થવાનું છે.
સાસરિયામાં થશે અનુપમાનું સ્વાગત-
અનુપમામાં તમે અત્યાર સુધી જોયુ કે, અનુજે અનુપમા સાથે સાત ફેરા લઈને તેને પોતાના ઘરની વહુ બનાવી દીધી છે અને શાહ પરિવારમાંથી અનુપમાની વિદાય થઈ ગઈ છે. અનુજે પણ પોતાની દુલ્હન માટે જોરદાર તૈયારીઓ કરી છે. નવા સાસરિયામાં અનુપમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને આ જોઈને અનુપમા ઈમોશનલ થઈ જશે. કાવ્યા પણ અનુપમાની ખુશીઓમાં ખુશ થશે.
અનુજ પોતાની તમામ મિલકત અનુપમાના નામે કરશે-
અનુજ પોતાની બધી જ મિકલત અનુપમાના નામે કરી દેશે અને સાથે જ ઘરની જવાબદારીઓ પણ સોંપી દેશે. આ બધી વાત પૂરી થયા પછી વારો આવશે હનીમૂનનો અને અનુજ પોતાના 26 વર્ષ સુધી દિલમાં સાચવેલા અરમાન પૂરા કરશે. અપકમિંગ એપિસોડમાં અનુજ અને અનુપમાનો રોમાન્સ જોવા મળશે. બંનેની લવસ્ટોરીમાં પ્રેમનો તડકો દર્શકોને આકર્ષી લેશે.
વનરાજ બરબાદ થઈ જશે-
એકબાજુ અનુપમાનું ઘર વસી જશે, તો બીજીબાજુ વનરાજનું ઘર ઉજ્જડ થઈ જશે. અનુપમાની વિદાય બાદ વનરાજને ચિંતા થશે કે હવે ઘરમાં અનુપમાની જગ્યા કોણ સંભાળશે. બીજીબાજુ કાવ્યા પણ પોતાના જૂના પતિના કોન્ટેક્ટમાં આવશે અને આ વાતની ખબર બાને પડી જશે. વનરાજ સવાલ કરશે તો કાવ્યા તેને ડિવોર્સ આપવાની ધમકી આપશે.