Rituraj Singh Passes Away: બોલીવુડ હાલ શોકમાં ગરકાવ છે. કારણકે, બોલીવુડે ગુમાવ્યા છે એક પીઢ અને અદભુત અભિનેતા. અહીં વાત થઈ રહી છે ઋતુરાજ સિંહની. બોલીવુડ અને ટેલિવિઝન બન્ને ક્ષેત્રોમાં જેમણે વર્ષો સુધી કામ કર્યું અને સારી નામના મેળવી એવા કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યાં. એન્ટરટેઈન્ટમેન્ટની દુનિયામાંથી એક ચોંકાવનારા સામાચારો મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ અભિનેતા આ રીતે જતા રહેશે એવું માન્યામાં જ નથી આવતું. હજુ હમણાં તો આમને આપણે સ્ક્રીન પર જોયા હતા અને આ રીતે વિદાય કલ્પના બહાર છે. ઋતુરાજ સિંહ ટેલિવિઝનનું એક ખુબ મોટું નામ માનવામાં આવે છે. તેમણે ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મળતા અહેવાલ મુજબ હાર્ટ એટેકના કારણે 59 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.  ઋતુરાજ સિંહ કરન જોહરથી માંડીને મનોજ વાજપાય સહિતના દિગ્ગજોના નજીકના મિત્ર રહી ચુક્યા છે. 


કઈ રીતે થયું અભિનેતાનું નિધનઃ
મળતી માહિતી મુજબ ઋતુરાજ સિંહનું ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. અભિનેતા 59 વર્ષના હતા અને તેઓ સ્વાદુપિંડને લગતી સમસ્યાઓથી પીડાતા હતા. આ સમાચાર તેમના નજીકના લોકો અને ચાહકો માટે એક મોટા આઘાત સમાન છે.


આ ટીવી સિરિયલોમાં કર્યું છે કામઃ
ઋતુરાજ સિંહે ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’, ‘આહટ’, ‘અદાલત’, ‘અનુપમા’, ‘દિયા ઔર બાતી હમ’, ‘યે રિશ્તા’ જેવા ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.