મુંબઈઃ ડિરેક્ટર-પ્રોડ્યુસર સાજિદ ખાન પોતાની હરકતોને કારણે હંમેશાથી વિવાદોમાં રહ્યો છે. હંમેશા નવી નવી અભિનેત્રીઓ જ્યારે તેના ત્યાં ફિલ્મ માટે જતી ત્યારે તે વિચિત્ર વાતો કરીને તેની સામે ગંદી હરકતો અને ગંદી માંગણીઓ કરતો હોવાની વાતો અવાર નવાર સામે આવતી રહી છે. આ અંગે અનેક અભિનેત્રીઓ આ પહેલાં પણ કેમેરા સામે આવીને ઘણીવાર આ અંગે ખુલાસા કરતી રહી છે. ઉલ્લેખનીય છેકે, સાજિદ ખાન જાણીતી કોરિયોગ્રાફર ફરહાખાનનો સગ્ગો ભાઈ છે. એટલું જ નહીં તે સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જેવા જાણીતા સ્ટાર્સ સાથે ખુબ જ નજીકના સંબંધ ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમેકર સાજિદ ખાન હંમેશાથી કોઈકને કોઈક વિવાદોમાં રહ્યો છે. ફરી એકવાર સાજિદના નામ સાથે નવો વિવાદ જોડાયો છે. આ વખતે પણ વધુ એક અભિનેત્રીએ સાજિદ ખાનની ગંદી હરકતોનો જાહેરમાં ભાંડો ફોડ્યો છે. એક તરફ સાજિદ ખાન હાલ બિગ બોસના ઘરમાં પોતાની ગેમ રમતા વાસ્તવિક દુનિયાથી દૂર છે. તો બીજી તરફ ઘરની બહાર એક પછી એક મોડલ અને અભિનેત્રીઓ સામે આવી રહી છે અને તેના વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિષ્ક સોની બાદ હવે વધુ એક અભિનેત્રીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે.


મોડલ અને એક્ટ્રેસ શીલા પ્રિયા સેઠે મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સાજિદ ખાને 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2008માં તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તમિલ, કન્નડ, મલયાલમ અને અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શીલાએ કહ્યું, “હું પહેલીવાર વર્ષ 2008માં નિર્દેશક સાજિદ ખાનને મળી હતી. જ્યારે મેં તેમને તેમના આગામી પ્રોજેક્ટમાં મને કાસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારે તેમણે જે વર્તન કર્યું અને જે હરકતો કહી હતી તેનાથી હું ચોંકી ગઈ હતી સ્તબ્ધ થઈ ગઈ હતી. એક પછી એક અભિનેત્રીઓ સામે આવી રહી છે અને સાજિદ ખાન ઉપર આરોપો લગાવી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક તેના ચાહકો આ અભિનેત્રીઓને ખોટી ગણાવી રહ્યા છે. હાલમાં સાજિદ ખાન બિગ બોસના ઘરમાં રમત રમી રહ્યો છે. જેમાં તેનું હિંસક અને ગેરવર્તન શોમાં જોવા મળ્યું હતું.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube