કપિલ શર્મા ન હોત તો કદાચ મુંબઈ ન આવી શકી હોત આ કલાકાર, જાણો રોચક કહાની
સુગંધા મિશ્રા સૌથી પહેલા ટીવી પર આવતા પોપ્યુલર કોમેડી શો ધ ગ્રેચ ઈન્ડિય ન લાફ્ટર ચેલેન્જ’માં જોવા મળી હતી. અહીંથી તેની કોમેડીની શરૂઆત થઈ. પોતાના એક ઈન્ટરવ્યૂમાં સુગંધાએ જણાવ્યુ હતુ કે, તે અને કોમેડિયન કપિલ શર્મા એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા.
નવી દિલ્લીઃ ફેમસ કોમડિયન અને એક્ટ્રેસ સુગંધા મિશ્રાના જોક્સ તો તમે ઘણીવાર સાંભળ્યા હશે. પરંતુ તેની પર્સનલ લાઈફ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આજે સુગંધાનો 1988માં પંજાબના જાલંઘરમાં થયો હતો. ટેલેન્ટેડ સુગંધા મિશ્રા કોમેડીની સાથે સિંગર પણ છે. સિંગિગના રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. સુગંધા પહેલા સિંગર બનવા માગતી હતી પરંતુ તેના જ રાજ્યના એક ફેમસ કોમેડિયનથી પ્રેરાઈન સુગંધાએ કોમેડી ક્ષેત્રે કરિયર બનાવવાનું નક્કી કરી લીધુ.
‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જ’થી થઈ કરિયરની શરૂઆત-
સુગંધા મિશ્રા સૌથી પહેલા ટીવી પર આવતા પોપ્યુલર કોમેડી શો ધ ગ્રેચ ઈન્ડિય ન લાફ્ટર ચેલેન્જ’માં જોવા મળી હતી. અહીંથી તેની કોમેડીની શરૂઆત થઈ. પોતાના એક ઈન્ટરવ્યૂમાં સુગંધાએ જણાવ્યુ હતુ કે, તે અને કોમેડિયન કપિલ શર્મા એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બંને વચ્ચે માત્ર એક બેન્ચનો ફેર છે. સુગંધાએ જણાવ્યું કે, કપિલ શર્માથી તેને કોમેડિયન બનવાની પ્રેરણા મળી. કોલેજમાં બંને યૂથ ફેસ્ટિવલમાં સાથે કામ કરતા હતા. કપિલ થિયેટર હોસ્ટ કરતા હતા અને સુગંધા સિંગિંગ.
સુગંધા સંગીત ઘરાના સાથે સંબંધ ધરાવે છે-
જન્મદિવસ પર સુગંધા મિશ્રાને સોશિયલ મીડિયા પર ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો શુભકામના પાઠવી રહ્યા છે. મલ્ટી ટેલેન્ટેડ અને ખુબસુરત સુગંધાએ પણ ફેન્સને શુભકામના પાઠવી. સિંગિંગમાં કરિયર બનાવવાની ઈચ્છા ધરાવતી સુગંધાએ માસ્ટર સુધીનો અભ્યાસ પણ સંગીતમાં કર્યો. કદાચ તમને ખ્યાલ હોય તો, સુગંધાનું બેકગ્રાઉન્ડ પણ સંગીત માટે પ્રતિષ્ઠિત ઈન્દોર સાથે ઘરોબો ધરાવે છે. સિંગિંગ, કોમેડી, એક્ટિંગની સાથે સાથે સુગંધા અનેક શો હોસ્ટ કરી ચૂકી છે.
કપિલ શર્માએ પરિવારને મનાવવામાં મદદ કરી-
‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જ’ના ઓડિશનમાં સુગંધા મિશ્રા, રાજબીર કૌર અને ભારતી સિંહ એકસાથે સિલેક્ટ થયા. સુગંધાએ જણાવ્યું કે, શોમાં સિલેક્શન થયા બાદ પરિવાર તેને મુંબઈ મોકલવાથી ડરતો હતો. પરંતુ આ મુશ્કેલ સમયમાં કપિલ શર્માના પરિવારે સમજાવવામાં મદદ કરી. કપિલે પરિવારને કહ્યુ હતુ કે, ‘સુગંધાને મુંબઈ મારા રિસ્ક પર જવા દો’ તે મારા ભાઈ સમાન છે. જો કપિલ ન હોત તો, આજે કોમેડી મારા માટે એક અલગ જ વસ્તુ બનીને રહી જતી. ‘હું આજે જ્યાં પણ છું, ત્યાં .કપિલ ભાઈના કારણે છું.’