ઈશા ગુપ્તા ડાન્સ વીડિયોથી કરશે ધમાકો, કહ્યું- બનશે વર્ષનો નંબર વન ટ્રેક
અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યૂઝિક વીડિયો ગેટ ડર્ટીમાં દેખાશે. આ ગીત નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપશે. ડ્રાન્સ ટ્રેકનું પ્રોડક્શન રોશિન બાલૂએ કર્યું છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યૂઝિક વીડિયો 'ગેટ ડર્ટી'માં જોવા મળશે. આ ગીત નવા કલાકારોને પ્રોત્સાહન આપશે. ડ્રાન્સ ટ્રેકનું પ્રોડક્શન રોશિન બાલૂએ કર્યું છે. ઇશિકા બક્શીની સાથે ગૌરવ દાસગુપ્તાએ તેમાં સ્વર આપ્યા છે. ઈશા આ વીડિયોના માધ્યમથી મ્યૂઝિક વન રેકોર્ડ્સના સહ-માલિકો રાજ કુંદ્રા, મંજ મુસિક અને સુમિત મહેરાની સાથે પ્રથમવાર કામ કરી રહી છે.
ઈશાએ કહ્યું કે, ગીતમાં નવી ઉર્છા છે કારણ કે મ્યૂઝિક વન રેકોર્ડ્સ નવી પ્રતિભાઓ અને ગાયકોને પ્રોત્સાહન આપે છે. મને તેમની સાથે કામ કરવામાં ઘણી મજા આવી છે.
બોલીવુડના અન્ય સમાચારો વાંચવા માટે ક્લિક કરો