વોશિંગટન: પોપુલર એચબીઓ સીરીઝ ગેમ ઓફ થ્રોન્સ (Game Of Thrones) માં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઇસ્મે બિયાંકો (Esme Bianco) એ એક મોટો ખુલાસો કર્યો છે, જેનાથી હોલીવુડ ઇંડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે. ઇસ્મે બિયાંકોએ આરોપ લગાવ્યો છે કે મ્યૂઝિશિયન મૈરીલિન મૈનસન (Marilyn Manson) એ તેમનું યૌન શોષણ (Sexual Abuse With Esme Bianco) કર્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસ્મે બિયાંકોએ સંભાળવી હતી આપવીતિ
એક્ટ્રેસ ઇસ્મે બિયાંકો (Esme Bianco) એ કહ્યું કે મ્યૂઝિશિયન મૈરીલિન મૈનસન એક મોન્સ્ટર છે. જે મારી જીંદગી સહિત બીજી મહિલાઓનું જીવન બરબાદ કરી ચૂક્યા છે. ઇસ્મે બિયાંકોએ કહ્યું કે મૈનસનએ તેમને ઘણીવાર ટોર્ચર કર્યા અને યૌન શોષણ (Sexual Harassment) કર્યું. ઇસ્મે બિયાંકોએ એક ખાનગી મેગેજીન સાથે વાતચીતમાં ખુલાસો કર્યો હતો. 

દુશ્મનોનો કાળ! ભારતીય સેનામાં સામેલ થશે અતિઆધુનિક 118 અર્જુન ટેન્ક, જાણો ખાસિયતો


આ રીતે થઇ હતી ઇસ્મે બિયાંકોની મૈનસન સાથે મુલાકાત
ઇસ્મેએ જણાવ્યું કે એક મ્યૂઝિક વીડિયોમાં રોલ કરતી વખતે મૈનસનને મળી હતી. મૈનસનએ તેમની સાથે હિંસા કરી, તેમના પગને કેબલ વડે બાંધી દીધા અને ઇલેક્ટ્રિક એડલ્ટ ટોયની મદદથી તેમનું યૌન શોષણ (Sexual Harassment) કર્યું. 


જમવા બદલે આપવામાં આવતું કોકીન
અભિનેત્રી ઇસ્મએ જણાવ્યું હતું કે મ્યૂઝિક વીડિયોના ત્રણ દિવસના શૂટિંગ દરમિયાન મૈનસનએ સુવા દીધા નહી. તે સમયે મૈનસનએ તેમણે ભોજનના બદલે કોકીન આપ્યું હતું. ઇસ્મએ જણાવ્યું કે મૈનસનએ તેમની સહમતિ વિના તેમના શરીર પર ઘણી બચકા ભર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube