દુશ્મનોનો કાળ! ભારતીય સેનામાં સામેલ થશે અતિઆધુનિક 118 અર્જુન ટેન્ક, જાણો ખાસિયતો
Trending Photos
ચેન્નઇ: ભારતીય સેનાએ આજે (રવિવારે) 118 સ્વદેશી યુદ્ધ ટેન્ક સોંપશે. તમિલનાડુના ચેન્નઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સેનાને 118 અર્જુન ટેન્ક સોપશે. અર્જુન ટેન્કને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ તૈયાર કરી છે.
અહીં તૈનાત કરવામાં આવશે અર્જુન ટેન્ક
ચેન્નઇમાં આજે 124 અર્જુન ટેન્કની પહેલી બેચના બેડામાં 118 ટેન્ક સામેલ થશે. જેને પહેલાં જ સેનામાં સામેલ કરવામાં આવી ચૂકી છે અને તેમને પાકિસ્તાનના મોરચા પર પશ્વિમી રણમાં તૈનાત કરવામાં આવશે.
જાણી લો 118 અર્જુન ટેન્ક પણ પહેલાંની 124 ટેન્કોની માફક ભારતીય સેનાના બખ્તરબંધ કોરને બે રેજિમેંટ બનાવશે. પશ્વિમી રાજસ્થાનમાં તેના કોર હોવાનો અર્થ છે કે પાકિસ્તાન તેના નિશાનાથી દૂર નથી.
પાકિસ્તાનનો કાળ અર્જુન ટેન્ક
કુલ મળીને પુલવામા બાદ આમ તો પાકિસ્તાન ભારત તરફ આંખ ઉઠાવતા પણ ડરે છે. પરંતુ આગામી સમયમાં જો તેને એવું કંઇ વિચાર્યું તો તેના મનમાં જરૂર આ તસવીર આવશે, જેમાં તેને પોતાનો કાળ દેખાશે.
અર્જુન ટેન્કની ખાસિયત
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેંટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ અર્જુન ટેન્કની ફાયર પાવર ક્ષમતાને ખૂબ વધારી છે. અર્જુન ટેન્કમાં નવી ટેક્નોલોજીનું ટ્રાંસમિશન સિસ્ટમ છે. તેનાથી અર્જુન ટેન્ક સરળતાથી પોતાના લક્ષ્યને શોધી લે છે. અર્જુન ટેન્ક યુદ્ધના મેદાનમાં પાથરેલી માઇન્સને હટાવીને સરળતાથી આગળ વધવામાં સક્ષમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે