`બધું બરબાદ થઈ ગયું છે` COVID-19 માં માતા-પિતા ગુમાવનાર કોમેડિયન ભુવન બામની ભાવુક પોસ્ટ
ભુવન બામની આ પોસ્ટ પર તમામ સેલેબ્સ અને તેમના મિત્રો કોમેન્ટ કરી સાંત્વના આપી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર દેશમાં પહેલાથી થોડી ઘટી છે. પરંતુ કેસ ઓછા થવાનો અર્થ એ નથી કે કોરોના જતો રહ્યો છે. આ ઘાતક વાયરસે અત્યાર સુધી અનેક લોકોના જીવ લીધા છે. હાલમાં યૂટ્યૂબર ભુવન બામે આ વાયરસને કારણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. આ વિશે ભુવન બામે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
ભુવન બામે હાલમાં પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાના માતા-પિતાની સાથે તસવીરે શેર કરી છે. આ તસવીરોને શેર કરતા ભુવને કેપ્શનમાં લખ્યું- કોવિડને કારણે મેં મારી બન્ને લાઇફલાઇન ગુમાવી દીધી. આઈ અને બાબા વગર કંઈ પહેલા જેવું રહેશે નહીં. એક મહિનામાં બધુ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘર, સપના, બધુ.
ફેમિલી મેનની સિઝન 2ની સફળતા બાદ હવે સિઝન 3માં થશે આવું, જાણો શું હશે ખાસ
મહત્વનું છે કે પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં ભુવન બામ પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસથી તબીયત ખરાબ ચાલી રહી હતી. ટેસ્ટનું પરિણામ આવ્યું છે અને હું કોરોનાથી સંક્રમિત છું. ઉલ્લેખનીય છે કે ભુવન બામ જાણીતો યૂટ્યૂબર છે. તેને બબીની વાઇન્સ નામથી ઓળખવામાં આવે છે. ભુવન નાના-નાના કોમેડી વીડિયો બનાવી લોકોનું મનોરંજન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube