ફેમિલી મેનની સિઝન 2ની સફળતા બાદ હવે સિઝન 3માં થશે આવું, જાણો શું હશે ખાસ
સિઝન 2 (Season 2) ના પ્રારંભમાં તો બતાવવામાં આવ્યું છે કે શ્રીકાંતે TASCની ટીમ છોડી દીધી છે. પરંતુ, ત્યારબાદ દેશ પ્રેમના કારણે તે ફરીથી તેનો ભાગ બને છે અને ISI અને શ્રીલંકન તામિલ (Tamil) ના આતંકીઓના હુમલાથી ભારતના પ્રધાનમંત્રી અને શ્રીલંકાના પ્રધાનમંત્રીને બચાવે છે.
Trending Photos
મુંબઇ: મનોજ બાજપાઈ (Manj Bajpayee) ની ફેમિલી મેન (Family Man) સિરિઝ ખૂબ સફળ થઈ છે. 2020માં આવેલી પ્રથમ સિઝન બાદ લોકો આતુરતાથી બીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે, ગત મહિને સિઝન 2 પ્રસારિત થયા બાદ હવે લોકો સિઝન 3માં શું હશે. તે અંગે વિચારી રહ્યા છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું કેવી હશે ફેમિલી મેન સિઝન 3ની સ્ટોરી લાઈન.
ફેમિલી મેન (Family Man) સિરિઝમાં શ્રીકાંત તિવારીના રોલમાં મનોજ બાજપાઈ OTT પ્લેટફોર્મ (OTT Platform) પર ધમાકેદાર એન્ટ્રી લીધી છે. પ્રથમ સિઝનમાં શ્રીકાંત તિવારી અને તેની TASCની ટીમે ISIનો પ્લાન નિષ્ફળ કર્યો હતો. ત્યારથી જ સિઝન 2 માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
જેમાં, સિઝન 2 (Season 2) ના પ્રારંભમાં તો બતાવવામાં આવ્યું છે કે શ્રીકાંતે TASCની ટીમ છોડી દીધી છે. પરંતુ, ત્યારબાદ દેશ પ્રેમના કારણે તે ફરીથી તેનો ભાગ બને છે અને ISI અને શ્રીલંકન તામિલ (Tamil) ના આતંકીઓના હુમલાથી ભારતના પ્રધાનમંત્રી અને શ્રીલંકાના પ્રધાનમંત્રીને બચાવે છે. તો હવે સિઝન 2ના અંતમાં એક ચાઈનીઝ કેરેક્ટર બતાવવામાં આવ્યો છે. જેનાથી લોકોમાં હવે સિઝન 3 માટે ઉત્સુક છે.
ફેમિલી મેન સિઝન 3માં વધુ ધમાલ હશે
ફેમિલી મેન (Family Man) સિઝન 2ના અંતિમ એપિસોડમાં બતાવવામાં આવે છે લૉકડાઉનની પરિસ્થિતિ. જેનાથી ખબર પડે છે TASCની ટીમ પણ કોરોનાકાળમાં કોઈ મિશન પર કામ કરી રહી છે. જ્યારે, એક ચાઈનિઝ શખ્સ પણ તેમાં બતાવવામાં આવ્યો છે. જે કોઈ મિશનને શરૂ કરવાની વાત કરી રહ્યો છે. જેનાથી અંદાજ આવી જાય છે કે શ્રીકાંત તિવારી અને તેની ટીમ આ વખતે ચાઈનિઝ ટ્રૂપ્સ સામે લડશે.
ફિલ્મનું શૂટિંગ ક્યાં થઈ શકે?
સિઝન 1માં મહત્વનું શૂટિંગ દિલ્હી અને મુંબઈમાં થયું હતું. સિઝન 2નું શૂટિંગ લંડન, મુંબઈ, દિલ્લી અને ચેન્નઈમાં થયું. ત્યારે, હવે આગામી સિઝનના મહત્વના ભાગનું શૂટિંગ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં થાય તેવું લાગી રહ્યું છે. જેમાં, હાલ નાગાલેન્ડ, કોલકતા, મુંબઈ અને દિલ્લીમાં શૂટિંગ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે