નવી દિલ્હી: બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદથી સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે તપાસ હવે CBI કરી રહી છે. CBI રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી રહી છે. પરંતુ આ વચ્ચે ZEE NEWSની પાસે એક મોટા સામાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે રિયા ચક્રવર્તીએ સુશાંતના ડેબિટ કાર્ડનો પિન ચોરી કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંતના ગળામાં સોયના નિશાન!, પગ તૂટેલો હતો, હોસ્પિટલકર્મીની વાતોથી બહેન ભાંગી પડી


ક્યાંથી મળ્યો રિયાને પિન
જી હાં! સૂત્રના અહેવાલથી ZEE NEWSને આ મોટી જાણકારી મળી છે કે રિયા ચક્રવર્તીએ તેના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના ડેબિટ કાર્ડનો પિન ચોરી કર્યો હતો. સૂત્રએ જણાવ્યું કે, રિયાએ સેમુઅલ મિરાંડાની મદદથી સુશાંતના ડેબિટ કાર્ડનો પિન મેળવ્યો હતો.


આ પણ વાંચો:- સુશાંતના મોતના રહસ્યનો જલદી થશે પર્દાફાશ, રિયા વિરુદ્ધ CBIનું '3-D મોડલ'


તપાસમાં આવી શકે છે નવો વળાંક
તમને જણાવી દઇએ કે, આ મામલે ED સતત મની લોન્ડ્રિંગને લઇને રિયા અને તેના પરિવારની પૂછપરછ કરી રહી છે. આ સંબંધમાં સુશાંતના કેટલાક અન્ય મિત્રો અને નજીકના લોકોને પણ ED સમન મોકલી બોલાવ્યા અને પૂછપરછ કરી છે. એવામાં આ જાણકારી આ કેસને નવો વળાંક આપી શકે છે.


આ પણ વાંચો:- 'બ્લેક પેન્થર'ના હીરો ચેડવિક બોસમેનનું નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત


ડ્રગ્સને લઇને પણ મૂંઝવણમાં છે રિયા
રિયા ચક્રવર્તીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ડ્રગ્સ લેતી નથી અને ત્યારબાદ જ્યારે તેની ચેટમાં વાતચીત બહાર આવી ત્યારે તે આશ્ચર્યચકિત કરનારી છે. આ ચેટમાં રિયાએ ઘણી વખત ડ્રગ્સનો ઉલ્લેખ કર્યો છે. ચેટમાં સ્પષ્ટ છે કે તે સતત ડ્રગ્સ ખરીદવાને લઇને લોકોના સંપર્કમાં રહેતી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર