નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરી 2019માં લગભગ 16 કરોડ રૂપિયા જમા હતા અને ડિસેમ્બર 2019 સુધી તેમાંથી 4 કરોડ રૂપિયા જમા થયા હતા. હવે આ એકાઉન્ટમાં ફક્ત 5 કરોડ રૂપિયા બાકી રહ્યા છે. એટલા માટે સુશાંત સિંહનો પરિવાર 15 કરોડ રૂપિયા હડપી લેવાનો આરોપ લગાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસના અનુસાર સુશાંત દ્વારા જે પૈસા ખર્ચ કરવામાં આવ્યા તે મુજબ છે.


1. સુશાંત સિંહે લગભગ 10 લાખની ફી વર્ષ 2019માં પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટને આપી છે. 


2. સુશાંત સિંહનો દર મહિનાનો ખર્ચ લગભગ 20 લાખ રૂપિયા હતો, જો ઝી ન્યૂઝે સૌથી પહેલાં તમારે શુક્રવારે જ જણાવ્યું હતું. આ 20 લાખમાં 10 લાખ રૂપિયાનો ખર્ચ બાંદ્રવાળા ફ્લેટ અને લોનાવાલા ફાર્મ હાઉસ પર હોય છે. 


3. વર્ષ 2019માં સુશાંત સિંહે પોતાના એકાઉન્ટથી 2 કરોડ રૂપિયા કેશ ઉપાડ્યા હતા. 


4. સુશાંત સિંહ જ્યારે હિંદૂજા હોસ્પિટલમાં એડમિટ હતા તો તેનો ખર્ચ પણ તેમણે પોતાના એકાઉન્ટથી કર્યો હતો. 


5. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2019ના મહિનામાં સુશાંત સિંહ યૂરોપ ટૂર માટે ગયો હતો, જ્યાં તેમણે થોમસ કુક ટ્રાવેલ કંપનીને 50 લાખ રૂપિયાનું પેમેન્ટ આપ્યું હતું. 


6. લગભગ 4 કરોડ રૂપિયા સુશાંત સિંહે પોતાના મ્યૂચલ ફંડમાં રોક્યા છે. 


7. આ ઉપરાંત તેમના એચડીએફસી એકાઉન્ટમાં ફક્ત 4 લાખ રૂપિયા જમા હતા. તેમણે ફક્ત 5000 રૂપિયા જ ખર્ચ કર્યા છે. 


તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના નિધનથી બોલીવુડ ઇંડસ્ટ્રીની સાથે-સાથે ફેન્સને પણ ખૂબ આંચકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપોત કેસને લઇને એક્ટરના ઘરવાળા, મિત્રો અને ફેન્સ સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મનની વાત કહી છે. 


સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube