મુંબઈ : બિગ બોસ 12ના ઘરમાં સેલેબથી માંડીને કોમનર સુધી તમામ સ્પર્ધકોની એન્ટ્રી થઈ ગઈ છે. આ વખતની તમામ જોડીઓમાં અનુપ જલોટા અને જસલીનની જોડી સૌથી ચર્ચાસ્પદ સાબિત થઈ છે. આ બંને પોતાની રિલેશનશીપના કારણે ચર્ચાસ્પદ બન્યા છે. જોકે બિગ બોસના ઘરમાં આ જોડીની જેવી એન્ટ્રી થઈ કે જસલીન તરત પોતાનો બેડ બુક કરાવવા જતી રહી. જસલીને આ ઘરમાં પોતાના માટે સિંગલ બેડની પસંદગી કરી છે. જસલીનનું આ વર્તન જોઈને અનુપ જલોટાએ કહ્યું કે અરે, હું તો બહુ દુર થઈ ગયો. આ વાત સાંભળીને જસલીને તરત કમેન્ટ કરતા કહ્યું  કે હું તમારા માટે સારા પાર્ટનરવાળો બેડ ગોતી દઈશ. 


આ શોના પ્રીમિયરમાં સલમાને અનુપ અને જસલીનને લવબર્ડસ ગણાવ્યા છે પણ બીજા સ્પર્ધકોને આ વાત ગળે નથી ઉતરી. એક વીડિયોમાં તેમના સંબંધો વિશે બીજા સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે જસલીન ગુસ્સાથી જવાબ આપીને આ ચર્ચા પર પુર્ણવિરામ મુકવાનો પ્રયાસ કરે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...