નવી દિલ્લીઃ હાલમાં એક ખોટા સમાચાર સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ઝી ન્યૂઝ અને ઝી મીડિયાના નામે આલિયા અને સુશાંતના ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે અને તેણે પોતે જ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં, જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે, ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી દરેક આ કપલને તેમની નવી સફર માટે અભિનંદન આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે બંનેએ આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, જ્યાં સૌ કોઈ સોશિયલ મીડિયા પર જુનિયર કપૂર અને ભટ્ટ પરિવારના નવા મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો એવા ખોટા સમાચાર ફેલાવી રહ્યાં છેકે, સુશાંત સિંહ રાજપૂતનો પુનર્જન્મ થવાનો છે. એટલું જ નહીં આલિયા અને રણબીરની જોડી તેને જન્મ આપશે એવા સાવ ધડમાથા વગરના ખોટા અને બોગસ ફેક ન્યૂઝ ઝી ન્યૂઝના નામે ફેલાવાઈ રહ્યાં છે. 


વાસ્તવમાં સોશિયલ મીડિયા પર કેટલાક સ્ક્રીન શોટ્સ શેર કરવામાં આવી રહ્યા છે, જેના પર લખ્યું છે કે સુશાંત આલિયા ભટ્ટના બાળક તરીકે પુનર્જન્મ લેવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, સુશાંતનો પુનર્જન્મ થશે અને મીડિયામાં જે તસવીરો આવી રહી છે તેમાં સુશાંત રાજપૂતનો ફોટો અને સ્ક્રીનશોટમાં ઝી ન્યૂઝનો લોગો છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણપણે ખોટું છે અને તેનો ઝી ન્યૂઝ સાથે કોઈ સંબંધ નથી. 


આ પ્રકારના સમાચાર ઝી ન્યૂઝ દ્વારા ક્યારેય બતાવવામાં આવ્યા નથી, ન તો કોઈ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે, ન તો આ પ્રકારના સમાચાર ક્યાંય પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેથી તે સંપૂર્ણપણે ખોટું અને નકલી છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે પણ આવો ફોટો આવ્યો છે, તો તમારે તેને અવગણવું જોઈએ, કારણ કે તે ફોટોશોપની મદદથી ખોટા હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઝી ન્યૂઝ કે સમગ્ર ઝી મીડિયા ગ્રૂપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તો આવા ફેક ન્યૂઝ તરફ બિલકુલ ધ્યાન આપશો નહીં.