નવી દિલ્હી :  'छोटी सी बात' અને 'रजनीगन्धा' જેવી ફિલ્મો માટે જાણીતા અનુભવી ફિલ્મ નિર્માતા બાસુ ચેટર્જીનું વિવિધ બિમારીઓનાં કારણે ગુરૂવારે (4 જૂન) 93 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. બાસુએ સાંત્તાક્રૂઝ ખાતેનાં પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ

ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન (IFDTA) અધ્યક્ષ અશોક પંડિતે પીટીઆઇ ભાષાને જણાવ્યું કે, તેમણે સવારે ઉંઘમાં જ શાંતિથી અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગત્ત ઘણા સમયથી બિમાર હતા. તેમના ઘરે જ તેમનું નિધન થયું હતું. આ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી ક્ષતી છે. 


લદ્દાખમાં તણાવ વચ્ચે ઉતરાખંડમાં પણ સેના સતર્ક, માર્ગ નિર્માણનું કામ બમણી ગતિએ ચાલુ કર્યું

પંડિતે જણાવ્યું કે, ફિલ્મ નિર્માતાના અંતિમ સંસ્કાર સાંત્રાકુઝ ખાતેનાં સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવશે. બાસુને  'उस पार', 'चितचोर', 'पिया का घर', 'खट्टा मीठा' અને 'बातों बातों में' જેવી ફિલ્મો માટે આજે પણ લોકો યાદ કરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષ બોલિવુડ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ ઘાતક રહ્યું છે. 


મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube