મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી

રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાજકોટ ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર, આટકોટ, વિરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ કાળા વાદળોની સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. રાજકોટના સરધાર ગામે સતત 40 મિનિટ વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદે ગાજવીજના કડાકા બોલાવ્યા હતા. ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે સરધાર, આટકોટ, હલેન્ડા સહિતના ગામોને ધમરોળ્યા હતા. સરધાર ગામે ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી. વીજળી પડતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી

નરેશ ભાલિયા/રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાજકોટ ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર, આટકોટ, વિરનગર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ કાળા વાદળોની સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. રાજકોટના સરધાર ગામે સતત 40 મિનિટ વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદે ગાજવીજના કડાકા બોલાવ્યા હતા. ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે સરધાર, આટકોટ, હલેન્ડા સહિતના ગામોને ધમરોળ્યા હતા. સરધાર ગામે ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી. વીજળી પડતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ

જેતપુરમાં અંધાધૂંધી સર્જાઈ
જેતપુર મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જેતપુર તેમજ આજુબાજુ ના ગ્રામ્ય પંથકમાં પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેતપુરમાં ધોધમર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અતિ ભારે પવન સાથે વરસી પડેલા વરસાદે ભારે નુકસાની કરી હતી.

જેતપુરના ધારેશ્વરમાં 66 KV સપ્લાય લાઈનનો કેબલ ફાયર થયો હતો, જેને કારણે જેતપુરમાં અંધારપટ છવાઈ ગયો હતો. સાડીના કારખાનાના છાપરા ઉડી રોડ ઉપર આવ્યા હતા. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. શહેરની વીજ સપ્લાય લાઈન ઉપર વૃક્ષો પડતા વીજ પુરવઠો બંધ થયો હતો. ત્યારે GETCO દ્વારા વીજ પુરવઠો ફરી ચાલુ કરવા કામગીરી કરાઈ હતી. અનેક વૃક્ષો રોડ ઉપર પડતા રોડ બંધ થયા હતા. તો ભારે પવનના કારણે કેબિનો પણ ઉંધી વળી હતી.

રાજકોટના ગોંડલ ગામે પણ પવન સાથે સતત વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી વિશ્વાસ જ ન થયો કે ચોમાસું નથી. ગોંડલમાં અંદાજે 1 ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરમાં વીજ ગૂલ થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news