મુંબઇ: સંગીતની દુનિયામાં જાણિતા નદીમ-શ્રવણની જોડી તૂટી ગઇ. ગુરૂવારે મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડ (Shravan Rathod) નું મુંબઇ (Mumbai) ના એસએલ રહેજા હોસ્પિટલમાં નિધન થયું છે. તે કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને મેડિકલ સમસ્યા પણ હતી અને તે વેંટિલેટર પર હતા. રહેજા હોસ્પિટલના ડો. કીર્તિ ભૂષણે આ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું કે શ્રવણ રાઠોડનું કોરોનાના લીધે મલ્ટીઓર્ગન ફેલ્યોર થતાં નિધન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રવણ રાઠોડ (Shravan Rathod) ને હદય સંબંધિત ગંભીર સમસ્યા હતી. ડાયાબિટિસ અને કોરોના (Coronavirus) એ તેમના સ્વાસ્થ્યને વધુ બગાડી દીધું હતું. તેમના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. 

'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'


મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડ (Shravan Rathod) 66 વર્ષના હતા. તેમને 2 પુત્રો છે સંજીવ અને દર્શન. 90ના દાયકામાં નદીમ-શ્રવણ (Nadeem Shravan) ની જોડીએ ખૂબ જાણિતી હતી. તેમને હિટ ફિલ્મોમાં આશિકી, દિલ હૈ કે માનતા નહી, સાજન, પરદેશ, સડક સહિત ઘણી ફિલ્મો સામેલ છે. 

Delhi માં કોરોનાનો કહેર, 24 કલાકમાં 300થી વધુ મોત, 26 હજારથી વધુ પોઝિટિવ


નદીમ (Nadeem) અને શ્રવણ (Shravan) પોતાના કેરિયર દરમિયાન ઘણા એવોર્ડ્સ જીત્યા. તેમણે ફિલ્મ આશિકી, રાજા હિંદુસ્તાની, સાજન અને દીવાના ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તો બીજી તરફ શ્રવણના ભાઇ રૂપ કુમાર રાઠોડ અને વિનોદ રાઠોડ પણ સિંગર્સ છે. બંને ઘણા હિટ સોંગ્સ આપી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube