'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'
પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતી. સાથે હાથ વડે કોપી પેજ પર લખેલી એક નોટ પણ મળી. જેમાં લખ્યું હતું કે 'સોરી મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે.'
Trending Photos
જીંદ: હરિયાણા (Haryana)ના જીંદમાં સિવિલ હોસ્પિટલમાંથી ચોરીનો આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગત રાત્રે એક ચોરે લગભગ 12 વાગે કોરોના વેક્સીન (Corona vaccine) ના ઘણા ડોઝ ચોરી લીધા હતા. પરંતુ ગુરૂવારે ચોર સિવિલ લાઇન પોલીસ મથક (Police Station) બહાર એક ચા વાળાને બધી દવા પરત કરી ગયો અને સાથે એક નોટ પણ લખીને છોડી દીધી. જેના પર લખ્યું હતું- 'સોરી મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે.'
જીંદ (Jind) પોલીસના ડીએસપી જિતેંદ્ર ખટકડએ આ જાણકારી આપતાં જણાવ્યું કે ગત રાત્રે લગભગ 12 વાગે સિવિલ હોસ્પિટલથી કોરોનાના ઘણા ડોઝ ચોરી થઇ ગયા હતા. પરંતુ ગુરૂવારે લગભગ 12 વાગે ચોર સિવિલ લાઇન પોલીસ મથક બહાર ચની દુકાન પર બેઠેલા વડીલ પાસે પહોંચ્યો અને તેણે એક થોલી આપી અને કહ્યું કે પોલીસમથકના મુંશીનું ટિફિન છે. થેલો આપીને ચોર ત્યાંથી ફરાર થઇ ગયો.
વડીલે થેલો લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં ત્યાં હાજર પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતી. સાથે હાથ વડે કોપી પેજ પર લખેલી એક નોટ પણ મળી. જેમાં લખ્યું હતું કે 'સોરી મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે.'
ડીએસપી જિતેંદ્ર ખટકડએ કહ્યું કે બની શકે કે ચોરે રેમડેસિવિર ઇંજેક્શનના ચક્કરમાં કોરોના વેક્સીન ચોરી લીધી હોય. જોકે અત્યાર સુધી ચોરો વિશે કોઇ જાણકારી મળી નથી. પોલીસે આ અંગે અજાણ્યા લોકો વિરૂદ્ધ આઇપીસી કલમ 457 અને 380 હેઠળ કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ કહી રહી છે કે ચોરની ઓળખ વિશે કેટલાક પુરાવા મળ્યા છે.
પોલીસે (Police) પીપી સેંટરની સામે લાગેલા સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા જેમાં બે યુવક બેગ લઇને જોવા મળ્યા. કેમેરાથી બચવા માટે પાર્કને ગ્રિલને કૂદીને પીપી સેંટરમાં ઘૂસ્યા હતા. સવારે ડીજીપીએ કહ્યું હતું કે કોઇ જાણકારે ઘટનાને અંજામ આપ્યો છે. હવે કોરોના વેક્સીન મળ્યા બાદ પણ પોલીસ ચોરોને પકડવા માટે જોર લગાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે