Sonu Soodના કામથી ખુશ લોકોએ સરકાર પાસે કરી પદ્મ વિભૂષણની માગ, એક્ટરે આપ્યો આવો જવાબ
સોનૂ સૂદના કામથી અનેક લોકો ખુશ થઈ રહ્યા છે. તો હવે સોશિયલ મીડિયા પર તેના કામથી પ્રભાવિત થઈને લોકો અલગ અલગ માગ પણ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) લૉકડાઉન (Lockdown)મા ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. સોનૂ સૂદના આ કામની સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંસા થઈ રહી છે. સોનૂ સૂદના કામથી ખુશ થઈને એક વ્યક્તિએ તેને સરકાર પાસે 'પદ્મ વિભૂષણ' આપવાની માગ કરી છે. અભિનેતાને પદ્મ વિભૂષણ આપવાને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
સોનૂ સૂદના કામથી પ્રભાવિત થયેલા તે વ્યક્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યું છે. તેણે લખ્યુ, આ મહામારી સંકટમાં પ્રવાસી શ્રમિકો માટે મસિહા બનેલા સોનૂ સૂદને પદ્મ વિભૂષણ માટે સરકાર પાસે માગ કરુ છું. જેનો જવાબ આપતા સોનૂ સૂદે લખ્યુ, મારા દ્વારા પોતાનાઘરે પહોંચનારા પ્રવાસીથી મળેલા દરેક કોલ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. ભગવાનનો આભારી છું કે મને આ પુરસ્કાર હજારોમાં મળ્યા છે.
VIDEO: આ ચુલબુલી અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો સલમાન, નામ જાણીને ચોંકશો
સોનૂ સૂદે જણાવ્યુ કે, મજૂરોને પરત મોકલવામા તેને સૌથી મોટી મુશ્કેલી તે આવી કે મજૂરોની કાગળોની કાર્યવાહી કરવામા ખુબ ભાગદોડ કરવી પડે છે. તેવામાં જે અભણ લોકો છે તેના માટે આ બધુ કરવુ ખુબ મુશ્કેલ થઈ જાય છે. સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV