પિતાએ પોતાની જ દીકરીને બનાવી બ્લુ ફિલ્મોની હિરોઈન, 18 વર્ષની ઉંમરે થઈ ટોપલેસ
વિચિત્ર કિસ્સો: એક પિતા તેના બાળકોના સારા ભવિષ્ય માટે શું નથી કરતો. પરંતુ દુનિયામાં કેટલાક કઠોર પિતા પણ છે, જે પૈસાના લોભમાં દીકરીને ગંદા કામ કરવા મજબૂર કરે છે જાણો આવા જ એક વિચિત્ર કિસ્સા વિશે...
વિચિત્ર કિસ્સો: એક પિતા તેના બાળકોના સારા ભવિષ્ય માટે શું નથી કરતો. પરંતુ દુનિયામાં કેટલાક કઠોર પિતા પણ છે, જે પૈસાના લોભમાં દીકરીને ગંદા કામ કરવા મજબૂર કરે છે જાણો આવા જ એક વિચિત્ર કિસ્સા વિશે...
એક પિતા પોતાના બાળકો માટે બધુ બલિદાન આપે છે, લોહી અને પરસેવો એક કરીને તેમને જીવનની બધી ખુશીઓ આપે છે જેથી તેમને જીવનમાં વધુ મહેનત ન કરવી પડે, પરંતુ આજના સમાજમાં ઘણી ખબરો એવી મળે છે જે વિચિત્ર હોય છે, અને આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે સંબંધોનું મહત્વ કેટલું બદલી નાખ્યુ છે. કેનેડિયન એડલ્ટ મોડલની કહાની સાંભળી તમે પણ ચોંકી જશો. જે પિતાએ પોતાની દીકરીનો સહારો બનવું જોઈએ, તેણે જ તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીની દલદલમાં ધકેલી દીધી.
અમે વાત કરી રહ્યા છીએ કેનેડાના વિન્ડસરની રહેવાસી એમીલુ બેનેટની. એમિલુએ કેટલીક વાતચીતમાં તેના જીવનના ઘણા પન્ના ખોલ્યા અને જણાવ્યું કે કેવી રીતે તેની બ્લુ ફિલ્મોમાં એન્ટ્રી થઈ. તેણે કહ્યું કે તેને બ્લુ ફિલ્મોમાં મોકલવાનો શ્રેય તેના પિતાને જાય છે, જો કે, એમિલુ આનાથી ગુસ્સે નથી અને તેના પિતાના કૃત્યને દબાણ તરીકે નહીં પરંતુ પ્રોત્સાહક પગલા તરીકે જુએ છે.
આ પણ વાંચો:
મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
SAVE MONEY: દરેક રેસ્ટોરન્ટ ફૂડ પર નથી વસૂલી શકતી GST, આ રીતે કરો બીલ ચેક
પિતાની સલાહ પર એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું
એમિલુને બે મોટી બહેનો પણ હતી અને તેના પિતા હંમેશા ત્રણેયને કહેતા હતા કે જો તેઓ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતા હોય તો તેમને કોઈ વાંધો નથી. બંને બહેનો તૈયાર નહોતી પણ એમિલુએ વિચાર્યું કે તે પ્રયત્ન કરશે. તેના 18મા જન્મદિવસ પછી, તેણે પહેલીવાર પેજ-3 માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું. તે દરમિયાન તે તેના શહેરના એક બારમાં વેઈટ્રેસ તરીકે કામ કરતી હતી. જ્યારે તેનો ફોટો પહેલીવાર અખબારમાં આવ્યો, ત્યારે બારમાં હાજર લોકોએ તેની સાથે ફોટો ક્લિક કરવાનું શરૂ કર્યું. તેના પિતા પણ આ જ બારમાં આવતા હતા, તેમને આ જોઈ કોઈ જ તકલીફ ન હતી. તેણે એટલું જ કહ્યું કે જો તે આ કામથી ખુશ છે અને સારા પૈસા કમાઈ રહી છે તો તે કામ સારું છે અને એમાં કંઈ ખોટું નથી. જો કે, લોકો ઘણીવાર તેને ખરાબ નજરથી જોવા લાગ્યા અને તેની ટીકા પણ કરવા લાગ્યા.
કરે છે લાખોની કમાણી
ટૂંક સમયમાં જ તેની સફળતા વધવા લાગી અને તેના પિતાની પ્રેરણાથી તે આગળ વધવા લાગી. હવે તે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક મહિનામાં 30 લાખ રૂપિયા કમાય છે. હવે તેની ઉંમર 35 વર્ષ છે અને તેણે લગ્ન પણ કરી લીધા છે. આ સિવાય તેણે પ્લેબોય ટીવી માટે પણ કામ કર્યું છે અને છેલ્લા 3 વર્ષથી તે સબસ્ક્રીપ્શન સાઈટ ઓન્લીફેન્સ પર પોર્ન કન્ટેન્ટ વેચીને પૈસા કમાઈ રહી છે.
આ પણ વાંચો:
એક વિવાહ ઐસા ભી, IASએ દીકરાની એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા
સૌરાષ્ટ્ર-કચ્છની 66માંથી 63 નગર પાલિકા કંગાળ, અધધ... કરોડ રૂપિયાનું બિલ બાકી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube