એક વિવાહ ઐસા ભી, IASએ દીકરાની એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા
Ek Vivah Aisa Bhi: આજના સમયમાં લગ્ન એ દેખાદેખી અને રૂતબો બતાવવાની ફેશન થઈ ગઈ છે. ડેસ્ટિનેશન વેડિંગ, પ્રિવેડિંગ ફોટોસૂટ ફેશન બની ગઈ છે. પરંતુ એક IASએ પોતાની દીકરીના એવી રીતે લગ્ન કર્યા. જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. આ લગ્ને સમાજના અન્ય લોકો માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે.
Trending Photos
Ek Vivah Aisa Bhi: હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. લાખો કરોડોના ખર્ચ કરી લોકો શાનદાર રીતે લગ્ન કરતા હોય છે. પરંતુ ગ્લાલિયરમાં એક એવા લગ્ન જોવા મળ્યા છે જેના દરેક વખાણ કરી રહ્યા છે. IAS અધિકારી કિશોર કાન્યાલે પોતાની દીકરીના લગ્નમાં નિરાધાર લોકોને ભોજન માટે બોલાવી સમાજને નવી રાહ ચિંધી છે. કિશોર કાન્યાલ ગ્વાલિયરમાં મ્યુનિસિપલ કમિશનર છે.
આ પણ વાંચો:
નિરાધાર લોકોને બોલાવ્યા લગ્નમાં
મ્યુનિસિપિલ કમિશનર કિશોર કાન્યાલની દીકરી દેવાંશીની હાલમાં જ લગ્ન થયા છે. ત્યારે કિશોર કાન્યાલએ દીકરીના લગ્ન પહેલાં એક જાણીતી હોટલમાં ભોજન સમારોહ રાખ્યો હતો. પરંતુ તેમાં જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેને લઈને આ ભોજન સમારોહ ખુબ જ ચર્ચામાં રહ્યો. આ IAS અધિકારીએ પોતાની દીકરીના લગ્નમાં નિરાધાર લોકોને બોલાવી હોટલમાં શાનદાર ભોજન કરાવ્યું.
IASની દરિયાદિલીએ જીત્યા દિલ
ગ્લાલિયર શહેરના નિરાશ્રિત અને નિરાધાર લોકોને IAS અધિકારીએ ના માત્ર ભોજન માટે આમંત્રણ આપ્યું. પરંતુ ખુદ અધિકારીએ પોતના હાથથી ભોજન પીરસીને નિરાધાર લોકોને જમાડ્યા. જેમાં આ નિરાધાર પરિવારોના લોકો ખૂશીથી ભોજનનો આનંદ માણ્યો હતો. કિશોર કાન્યાલ નિરાધાર લોકો માટે કામ કરનારી સંસ્થા સ્વર્ગસદન સાથે પણ તે જોડાયોલા છે.
નિરાધારોને ભોજન સાથે ભેટ આપી
નિરાધાર લોકોની સેવા કરતી સંસ્થા સાથે કિશોર કાન્યાલ લાંબા સમયથી જોડાયેલા છે. ત્યારે તેમણે કહ્યું દીકરીના લગ્નમાં આવા નિરાધાર લોકોને બોલાવવા અમારા માટે સૌભાગ્યની વાત છે. ત્યારે આવા નિરાધાર લોકોને ભોજન કરાવ્યા બાદ તેમને ભેટ પણ આપવામાં આવી. મહત્વનું છે કિશોર કાન્યાલની દીકરી દેવાંશી તમિલનાડુની VITમાં અભ્યાસ કર્યો છે. દેવાંશી એમિટી યુનિવર્સિટીની ગોલ્ડમેડાલીસની સાથે ભરતનાટ્મમાં પણ પારંગત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે