મુંબઈ : ફાતિમા સના શેખે એક્ટર આમિર ખાનની ફિલ્મ દંગલની સફળતાને પગલે રાતોરાત ભારે લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેણે આ ફિલ્મમાં આમિરની દીકરીનોરોલ ભર્યો હતો. આ પછી આમિર અને ફાતિમાએ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ સફળ નથી નિવડી પણ આમિર-ફાતિમાના અફેરની ચર્ચા ચારે તરફ ગાજી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચર્ચા વિશે અત્યાર સુધી આમિર અને ફાતિમાએ કોઈ સ્પષ્ટ નથી કરી. જોકે હવે લાંબા સમય પછી ફાતિમાએ આ લિંકઅપ વિશે સ્પષ્ટતા કરી છે. એક ઇન્ટરવ્યુમાં આ વિશે ફાતિમાએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ અજીબ વાત છે. એક વખત મારી મમ્મીએ ટીવી પર મારા વિશે ચાલી રહેલા ન્યુઝ દેખાડ્યા હતા, જેને જોઈને હું ખૂબ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. એ સમયે મને લાગ્યું કે મારે પોતાને સમજાવવાની જરૂર છે, પરંતુ હવે મને કોઈ ફરક નથી પડતો. મારું માનવું છે કે તમે જે પણ કામ કરશો તમારી ચર્ચા તો થવાની છે. લોકોનું કામ જ છે બોલવાનું. એનાથી હવે હું જરા પણ પ્રભાવિત નથી થતી.’


મોટા સમાચાર ! સલમાને માર્યો હૃતિકને જોરદાર ફટકો, ઝુંટવી મોટી ફિલ્મ


ફાતિમા સના શેખ આમિર ખાન સાથેની 'દંગલ બાદ રાતોરાત સ્ટાર બની ગઇ હતી. એ ફિલ્મની  રિલીઝ બાદ ફાતિમા પાસે ફિલ્મોની ઓફરોનો ઢગલો આવ્યો હતો. પરંતુ બોલીવૂડના માંધાતાઓ જાણતા હતા કે ફાતિમા આમિરને પુછ્યા વગર એક પણ નિર્ણય લેવાની નથી. ફાતિમા સાથે ફિલ્મ 'દંગલ માં કામ કરનારી સાન્યા મલ્હોત્રા અને ઝાહીરા વસીમ તેના કરતાં  કારકિર્દીમાં ઘણી આગળ વધી થઇ છે. 


હાલની 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન ની નિષ્ફળતાની વાત કરીએ તો ફાતિમાને બહુ ભોગવવું પડે તેમ છે. ફિલ્મ ભલે ફાતિમાના પાત્રની આસપાસ ફરતી હોય પરંતુ ફિલ્મ જોઇને સ્પષ્ટ થાય છે કે ફાતિમા નામ કહેવા પૂરતું કેન્દ્રમાં છે. તમામ ઘટનાઓ તો આમિરની આસપાસ જ ફરતી જોવા મળે છે. કહેવાય છે કે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન ફાતિમાને ઘણી ફિલ્મોની ઓફર આવી હતી પરંતુ તેણે આમિરને ધ્યાનમાં રાખીને ફિલ્મોની ઓફરો ઠુકરાવી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...