મોટા સમાચાર ! સલમાને માર્યો હૃતિકને જોરદાર ફટકો, ઝુંટવી મોટી ફિલ્મ

હૃતિક હાલમાં પોતાની નવી એક્શન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે

મોટા સમાચાર ! સલમાને માર્યો હૃતિકને જોરદાર ફટકો, ઝુંટવી મોટી ફિલ્મ

મુંબઈ : હૃતિક રોશન હાલમાં પોતાની એક્શન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં હૃતિક તેમજ ટાઇગર શ્રોફ જોવા મળશે. તેમની સાથે વાણી કપૂર જોડી જમાવશે. આ ફિલ્મ સિવાય હૃતિક નજીકના ભવિષ્યમાં સુપર 30 તેમજ કૃષ 4 જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ સંજોગોમાં ચર્ચા હતી કે હૃતિક હવે ડિરેક્ટર રોહિત ધવનની નવી સાઇ ફાઇ ફિલ્મનો હિસ્સો બની શકે છે. જોકે હવે તેના હાથમાંથી આ ફિલ્મ સરકી ગઈ છે. 

હકીકતમાં રોહિત બહુ લાંબા સમયથી હૃતિકના જવાબની રાહ જોઈ રહ્યો હતો પણ તેને જવાબ મળી રહ્યો. આ સંજોગોમાં રોહિતના પિતા ડેવિડ ધવને આ પ્રોજેક્ટ માટે બીજા એક્ટર્સ સાથે આ પ્રોજેક્ટની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું. મળતી માહિતી પ્રમાણે હવે આ ફિલ્મમાં હૃતિકની જગ્યાએ સલમાનને સાઇન કરવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. 

સલમાનની બાકીની ફિલ્મોની વાત કરીએ તો તે બહુ જલ્દી અલી અબ્બાસ ઝફરની ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ, તબુ, જેકી શ્રોફ, દિશા પટની, નોરા ફતેહી, સુનીલ ગ્રોવર તેમજ આસિફ શેખ જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ઇદના પ્રસંગે રિલીઝ કરવામાં આવશે. આ સિવાય સલમાન દબંગ 3, કિક 2 અને ઇન્શાઅલ્લાહ જેવી ફિલ્મોમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news