ઝી બ્યૂરો, અમદાવાદઃ જે ગેમનો મોબાઈલ ગેમ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે ગેમ FAU-G આજે લોન્ચ થઈ ચુકી છે. આ ગેમને PUBG ગેમની સૌથી મોટી પ્રતિદ્વંદી માનવામાં આવી રહી છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર આવી ચુકી છે અને યુઝર્સ આને પોતાના ફોનમાં ઈન્સટોલ કરી શકે છે. આ ગેમ લોન્ચ થતા પહેલા જ ખૂબ લોકપ્રિય થઈ હતી અને 50 લાખથી વધુ યુઝર્સે આ ગેમની પ્રિ-રજીસ્ટર કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


FAU-Gને અત્યારે ત્રણ ભાષામાં લોન્ચ કરવામાં આવી છે. આ ગેમ અત્યારે અંગ્રેજી, હિન્દી અને તામિલ ભાષામાં લોન્ચ થઈ છે. ડેવલ્પર્સની માન્યે તો આ ગેમમાં ટૂંક સમયમાં અન્ય ભારતીય ભાષાઓમાં પણ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ ગેમને હાલ તો PUBG સાથે તુલના કરવામાં આવી રહી છે. પરંતુ, આ ગેમ PUBGની ટક્કર આપશે કે નહીં તે તો સમય જતા જ ખબર પડશે. હાલમાં આ ગેમ સિંગલ પ્લેયર મોડમાં રિલીઝ કરવામાં આવી છે, પણ જલ્દી આમાં રોયલ બેટલ અને 5V5 ટીમ ડેથ મેચના મોડ જોવા મળશે.


Dhoni ગુજરાતીઓને શિખવાડશે હેલિકોપ્ટર શોટ ફટકારતાં, ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક


FAU-G એક એક્શન ગેમ છે, જે જૂન 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઝડપ પર આધારિત છે. અહીંથી જ આ ગેમની શરૂઆત થાય છે અને આમાં અત્યારે ત્રણ કેરેક્ટર ઉપલબ્ધ છે, જેને તમે તમારી પસંદગી પ્રમાણે ચુઝ કરી શકો છો.FAU-G ગેમ અત્યારે ત્રણ મોડ ઓફર કરી રહી છે. જેમાં કેમપેન મોડ, ટીમ ડેથમેચ અને ફ્રિ ફોર ઓલ મળશે. ત્યારે, હાલ તો N-CORE GAMES ગેમર્સ માત્ર કેમપેન મોડ ઓફર કરી રહી છે. જ્યારે, 5v5 ટીમ ડેથમેચ અને ફ્રિ ફોર ઓલ બેટલ રોયલ મોડ આવનારા દિવસોમાં લોકોને રમવા મળશે.


રિવ્યું
આ ગેમ જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે તેના ગ્રાફિક્સ જરૂરથી તમને પ્રભાવિત કરશે. જે ગેમનો મેઈન કેરેક્ટર છે કેપ્ટન ધીલોનને પણ સારી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. સાથે જ જે આજુ-બાજુના ગ્રાફિક્સ છે તે પણ સારા છે. પરંતુ, જ્યારે તમે શત્રુ સાથે ફાઈટ કરો છો. ત્યારે, તમે નિરાશ થશો કેમ કે જે અપોનન્ટ છે તેમના એક્શન મુવ્સ સારી રીતે નથી ડિઝાઈન કરવામાં આવ્યા જે એક સાચા ગેમરને નિરાશા આપશે. જ્યારે, 4થી 5 એનેમી હોઈ ત્યારે પણ કેપ્ટન ધીલોન મરતા નથી જે થોડૂ પણ ચેલેન્જિંગ નથી. જેના કારણે ગેમ ઘણી વખત બોરિંગ લાગવા લાગે છે.


શું છે Rap Music, જાણો દેશ અને દુનિયાનો રેપ મ્યુઝિકનો રસપ્રદ ઈતિહાસ


ગેમના કંટ્રોલ બહુ જ સરળ છે. સ્ક્રિનના ડાબી બાજુ નેવીગેશન બટન છે અને જમણી બાજુ 2 બટન છે જે એટેક અને બ્લોક કરવા માટેનો છે. કેરેક્ટર જ્યારે આગની સામે બેસે છે ત્યારે તેની હેલ્થ હિલ થાય છે. તમે ગેમમાં મુક્કા સાથે લડી શકો છો અને રસ્તામાં જો કોઈ હથિયાર મળે તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ ગેમમાં સિલ્વર અને ગોલ્ડ કોઈન તમે ખરીદી કરી શકો છો અને કેરેક્ટરની સ્કિન ખરીદી કરી શકો છો.


ગેમના સેટિંગ્સ પેજ તમને ગ્રાફિક્સ ચેન્જ કરવા માટે પરવાનગી આપે છે. જેમાં, વેરી લો ક્વોલિટીથી લઈને અલ્ટ્રા સુધી તમે ગ્રાફિક ચેન્જ કરી શકો છો. પરંતુ, મીડિયમથી અલ્ટ્રા ગ્રાફિક્સમાં કઈ વધારે ફરક નથી. હાલના સમયમાં વાત કર્યે તો FAU-Gમાં એટલી મજા નથી જેટલી PUBGમાં છે. પરંતુ, બેટલ રોયલ મોડના આવ્યા બાદ કદાચ લોકોને ગેમમાં મજા આવશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube