શું છે Rap Music, જાણો દેશ અને દુનિયાનો રેપ મ્યુઝિકનો રસપ્રદ ઈતિહાસ

યો યો હની સિંઘથી લઈને બાદશાહ સુધીના કલાકારો વાતચીત કરતા હોય તેવી સ્ટાઈલમાં ગીત ગાઈને સેલિબ્રિટી બની ગયા. વાતચીત કરતા હોય તેવી સ્ટાઈલમાં પ્રાસ બેસાડીને જેને સંગીતના સૂર સાથે સેટ કરવામાં આવે છે તેને રેપ મ્યૂઝિક કહેવામાં આવે છે. રેપ મ્યૂઝિકની આ એક સરળ વ્યાખ્યા છે.

શું છે Rap Music, જાણો દેશ અને દુનિયાનો રેપ મ્યુઝિકનો રસપ્રદ ઈતિહાસ

યશ કંસારા, અમદાવાદઃ રેપ મ્યુઝિક આજે ભારતમાં એક સૌથી પોપ્યુલર થઈ રહલું મ્યુઝિક જોનર (શૈલી) છે. ભારતમાં તો રેપ મ્યુઝિક આજે પ્રચલિત થયો છે. પણ તેનો ઈતિહાસ સમજવો હોઈ તો આપણે આફ્રિકા અને અમેરિકાની વાત કરવી પડશે. આફ્રિકા અને અમેરિકા એવા દેશો છે જ્યાં રેપ મ્યુઝિકનું કલ્ચર શરૂ થયું હતું. તો ચાલો જાણીએ રેપ મ્યુઝિકના ઈતિહાસ વિશે.

રેપ મ્યુઝિક (Rap Music) નો ઈતિહાસ
રેપ મ્યુઝિકના ઈતિહાસ વિશે જાણવા પહેલા તમારે સમજવું પડશે રેપ મ્યુઝિક છે શું. લોકો માને છે કે આમ તેમથી શબ્દોને ભેગા કરી એક શ્વાસમાં ગાઈ જવું અથવા બોલી જવું તે રેપ મ્યુઝિક છે. પણ ના રેપ મ્યુઝિક આનાથી કઈ અલગ છે.

શું છે રેપિંગ?
રેપિંગ એક એવી મ્યુઝિકની સ્ટાઈલ છે જેમાં કવિતા, તાલ અને ભાષાનો તાલમેલનો સમાવેશ થાય છે. જ્યારે, આ તમામને એક બિટ પર ગાવામાં આવે તેને રેપિંગ કહેવાઈ. રેપિંગ હિપ-હોપ કલ્ચરનો એક મોટો ભાગ છે. મોટાભાગના લોકો રેપ આર્ટીસ્ટને રેપર તરીકે ઓળખતા હોઈ છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે રેપ ગાનારાને એમ.સી (MC: માસ્ટર ઓફ સેરેમોનીઝ) કહેવામાં આવે છે.  

રેપિંગમાં શું છે?
રેપિંગમાં કન્ટેન્ટ, ફ્લો અને ડિલીવરીનું ખૂબ મહત્વ હોઈ છે. જેમાં, કન્ટેન્ટ એટલે શબ્દો. ફ્લો એટલે રિધમ અને રાઈમિંગ અને ડિલવરી એટલે જે રફતાર અને ટોનમાં તેને ગાવામાં આવે છે.

આફ્રિકા સાથે રેપ કલ્ચરનો ઈતિહાસ
રેપિંગનો ઈતિહાસ દક્ષિણ આફ્રિકાના ગ્રાયોટ્સ સાથે વર્ષો જોનો જોડાયેલો છે. ગ્રાયોટ્સ આફ્રિકાના ઈતિહાસકારો છે જેલોકો પૌરાણીક વાર્તાઓ એક અલગ છબીમાં ઢોલ પર ગાઈને સંભળાવતા હતા. આ એક પગલું હતું જ્યાંથી રેપ મ્યુઝિકનો જન્મ થયો.

અમેરિકાના DJએ શરૂ કર્યો લૂપ કલ્ચર
1970માં અમેરીકાના કલ્બોમાં ફાસ્ટ મ્યુઝિક વધુ લોકોને ગમવા લાગ્યું. ત્યારે કૂલ હર્કનામના એક DJએ લૂપ મ્યુઝિની શરૂઆત કરી અને લૂપ મ્યુઝિકમાં પોતાની વાતોને એણે લોકો સામે મુકવાની શરૂ કરી. જેનાથી લોકોને તે પ્રકારના મ્યુઝિકમાં રસ વધવા લાગ્યો. ત્યારબાદ, અનેક ડિસ્ક જોકીઓએ આ ટ્રેન્ડ અપનાવ્યો.

રેપિંગ માટે સોનેરી શરૂઆત
1984નો સમય એવો હતો ત્યારે લોકો રેપિંગને એક મહત્વનો સંગીત સમજવા લાગ્યા અને ત્યારથી શરૂ થયો ખરેખર રેપિંગ જગતો ઈતિહાસ. તે સમયના અમેરિકી યુવાનોએ પોતાના રેપ ગીતોની ગતિ ધીમી હતી અને તે એક કવિતા જેવું હતું. પરંતુ, ત્યારબાદ ઈરીક.બી એન્ડ રેકીમ, રન-ડીએમસી, કવેસ્ટ જેવા લોકોએ રેપ ગીતો ફાસ્ટ ગાવાનું શરૂ કર્યું. આ ગીતો એ સમયે વિરોધ પ્રદર્શનો દરમ્યાન ઉપયોગમાં લેવાતા હતા. ત્યારબાદ, સમયાંતરે નવા રેપર્સ આવતા રહ્યા છે.

 

ભારતમાં રેપિંગનો ઈતિહાસ:
ભારતનો પ્રથમ રેપર

1990માં ભારતના પંજાબમાં એક સંગીતકારે પોતાના પંજાબી મ્યુઝિકમાં રેપિંગની શરૂઆત કરી. બાબા સહેગલ નામથી ઓળખાતો આ યુવકે ભારતમાં પ્રથમ રેપ ગિત થંડા થંડા પાનીથી શરૂઆત કરી હતી.

વર્ષ 2000ના દશકમાં થઈ ભારતની રેપની જર્ની
2000ના દશકમાં, બોહેમીયા નામના રેપરએ ભારતમાં રેપિંગને એક આગ આપી. આ NRI યુવક બોહેમીયા ભારતમાં પોતાનો પ્રથમ ડેબ્યું આલ્બમ 'વિચ પરદેશાન દા' રિલીઝ કર્યો. ત્યાર પછી બોહેમીયાએ બીજો આલ્બમ 'પૈસા નશા પ્યાર' રિલીઝ કર્યો. જે ભારતમાં સુપર હિટ રહ્યો હતો.

દેશ હિપ-હોપ!
બોહેમીયાથી પ્રેરિત થઈને પાંચ યુવકોએ ગૃપ બનાવ્યું અને આ ગૃપનું નામ 'માફિયા મુનદેર' નામ આપવામાં આવ્યું. આ યુવકો હતા યો યો હનિ સિંઘ, લીલ ગોલૂ, બાદશાહ, રફતાર અને ઈક્કા. આ યુવકોએ ભારતના રેપ કલ્ચરમાં તહેલકો મચાવ્યો હતો. જો કે આ ગૃપ બહુ લાંબો સાથે નહીં ચાલ્યો અને તમામ અલગ-અલગ થઈ ગયા. પણ આજે આમાંથી હનિ સિંઘ, બાદશાહ અને રફતારને માટોભાગના લોકો જાણે છે. હનિ સિંઘ જ્યારે તે કરિયરના પીક પર હતો ત્યારે તેને એક ગીતના 70 લાખ રૂપિયા મળતા હતા. ત્યારે બાદશાહ અને રફતાર આજે પણ કેટલીક બોલીવૂડ ફિલ્મોમાં પોતાના ગીતો આપી ચુક્યા છે.

મુંબઈની ગલ્લી ગેંગ આવી લાઈમલાઈટમાં
જે લોકો રેપ મ્યુઝિકને થોડૂ પણ જાણે છે તે લોકોને જે-ઝી અને નાસના નામથી પરિચિત જ હશે. ત્યારે, આ રેપર્સથી પ્રેરાઈને મુંબઈની ગલ્લીઓમાંથી નાવેબ શેખ જેને આપણે નૈઝી તરીકે ઓળખયે છે તેણે પોતાના કરિયરની શરૂઆત કરી. નૈઝીએ પોતાનું પ્રથમ રેપ ગીત આફત યુટ્યૂબ પર રિલીઝ કર્યું અને તે ગીત ખૂબ જ વાઈરલ થયું હતું અને લોકોને પસંદ આવ્યું હતું.

ત્યારબાદ, મુંબઈની ગલ્લીઓમાંથી આવેસો વિવિયાન ફર્નાનડીઝ નામનો યુવક આજે ડિવાઈનના નામે ભારતની રેપની દૂનિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ડિવાઈનનું પહેલું ગીત યેહ મેરા બોમ્બે 2013માં તેની ચેનલ પર રિલીઝ થયું હતું. જો કે, તે ગીત ઘણા સમય પછી ફેમસ થયું હતું. વર્ષ 2015માં ડિવાઈન એટલો ફેમસ થયો હતો કે, સોની મ્યુઝીક એન્ટરટેમેન્ટે તેને એક આર્ટીસ્ટ તરીકેનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. તે સમયે ડિવાઈને નેઝી સાથે મળીની મેરે ગલ્લીમે નામથી ગીત બનાવ્યું હતું. આ વીડિયોને સોની મ્યુઝીક એન્ટરટેમેન્ટે પોતાના ઓફિસ્યલ યુટ્યૂબ પર મુક્યો હતો. ત્યારબાદ, ડિવાઈન નેઝી અને રેપ ગેમની શરૂઆત ભારતમાં મોટા પાયે થઈ.

ભારતની પ્રથમ હિપ હોપ મૂવી
ડિરેક્ટર ઝોયા અખતર ડિવાઈન અને નેઝીના ગીતોથી એટલી ઈમપ્રેસ થઈ હતી. કે ઝોયાએ આ બંન્નેની જીવની કથાને 70MMના સ્ક્રિન પર રિલીઝ કરવા માંગતી હતી. ત્યારબાદ, ઝોયાએ આ બંન્ને કલાકારોની સહમતી સાથે તેમના જીવન પર ફિલ્મ બનાવી હતી. ગલ્લી બોય નામની આ ફિલ્મમાં રનવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જ્યારે, આ મુવીનું IMDB રેટિંગ 8.4 હતી.

ભારતના એ રેપર્સ જે ચર્ચિત નથી પણ આપ તેમને સાંભળી શકો છો

1. EPR

2. RCR

3. કામભારી

4. એમીવે બંટાઈ

5. બોહેમીયા

6. એમસી સ્ટેન

7. સ્લેજ

8. શ્લોકા

9. દ એવીલ

10. ફોટી સેવન

11. સ્લો ચિતાહ

12. ડિપ જાન્દૂ

13. ડિનો જેમ્સ

14. ક્રિષ્ના

15. શાહ રૂલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news