Bollywood: વર્ષ 2024 નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો એન્ટરટેઈનમેન્ટની દ્રષ્ટિએ જોરદાર રહેવાનો છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં બોક્સ ઓફિસ પર અલગ અલગ જોનરની ફિલ્મો રિલીઝ થવાની છે. ફેબ્રુઆરી મહિનામાં રોમાન્સ, કોમેડી અને રીયલ લાઈફ પર આધારિત ફિલ્મો લોકોને જોવા મળશે. તો ચાલો તમને પણ જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં કઈ કઈ ફિલ્મો રિલીઝ થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Shilpa Shetty ની સાડી પરથી નહીં હટે તમારી નજર, ઝૂમ કરીને જોશો તો ખબર પડશે શું છે ખાસ


સેક્શન 108


સેક્શન 108 અભિનેતા નવાજુદ્દીન સદ્દિકીની ફિલ્મ છે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે.


તેરી બાતો મેં એસા ઉલજા જીયા


શાહિદ કપૂર અને ક્રિતી સેનનની આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી ખુબ જ અલગ છે જેના કારણે બંને હાલ ચર્ચામાં છે. ફિલ્મના કેટલાક ગીત અને ટ્રેલર અત્યાર સુધીમાં રિલીઝ થયા છે જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે.


કુછ ખટ્ટા હો જાયે


જો તમને કોમેડી ફિલ્મ જોવાનો શોખ છે તો 16 ફેબ્રુઆરીએ કુછ ખટ્ટા હો જાયે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી ગુરુ રંધાવા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મ તેની સાથે અનુપમ ખેર, ઈલા અરુણ અને સઈ માંજરેકર પણ જોવા મળશે. 


આ પણ વાંચો: Bollywood: નામથી હિંદુ પણ આ અભિનેત્રીઓ છે ધર્મથી મુસ્લિમ, પ્રેમ માટે બદલી દીધો ધર્મ


આર્ટિકલ 370


જો તમને પોલિટીકલ ડ્રામા જોવાનો શોખ છે તો આર્ટિકલ 370 ફિલ્મ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ફિલ્મની સ્ટોરી કાશ્મીર અને આર્ટિકલ 370 આસપાસ ફરે છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.


લવ સેક્સ ધોખા 2


16 ફેબ્રુઆરીએ લવ સેક્સ ઓર ધોકા 2 ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મની વાર્તા મોર્ડન રિલેશનશિપ પર આધારિત છે.


આ પણ વાંચો: ખિચડી 2 ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર, જાણો કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ


મિર્ગ


આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં સતીશ કૌશિકની ફિલ્મ મિર્ગ રિલીઝ થવાની છે. 9 ફેબ્રુઆરીએ મિર્ગ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ ચૂંટણી, ચૂંટણીનું વાતાવરણ અને ક્રાઈમ પર આધારિત છે. આ ફિલ્મમાં સતીશ કૌશિક ઉપરાત રાજ બબ્બર અને અનુપ સોની પણ મુખ્ય ભૂમિકામાં છે.