મને ધક્કો આપીને તેણે મારા પ્રાઈવેટ પાર્ટસને ટચ કર્યાં’ - Housefull 4નો સેટ ફરી વિવાદમાં આવ્યો
એક ફિમેલ જુનિયર આર્ટિસ્ટનો આરોપ છે કે, ફિલ્મ હાઉસફુલ-4ના સેટ પર 6 પુરુષોએ એક જુનિયર આર્ટિસ્ટની સાથે છેડતી કરી હતી. તેમાંના 6માંથી એક શખ્સે મહિલા જુનિયર આર્ટિસ્ટ સાથે ગંદી હરકત પણ કરી હતી
નવી દિલ્હી : અક્ષય કુમારની મલ્ટીસ્ટાર ફિલ્મ હાઉસફુલ-4 ગત કેટલાક દિવસોમાં સતત સમાચારોમાં રહી છે. ફિલ્મના નિર્દેશક સાજિદ ખાનને પહેલા જ #MeToo અભિયાનને પગલે મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલ યૌન શોષણના આરોપો અંતર્ગત હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે ફિલ્મના સેટ પર એક જુનિયર આર્ટિસ્ટ સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલા જુનિયર આર્ટિસ્ટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર રજિસ્ટર કરાવી છે.
એક ફિમેલ જુનિયર આર્ટિસ્ટનો આરોપ છે કે, ફિલ્મ હાઉસફુલ-4ના સેટ પર 6 પુરુષોએ એક જુનિયર આર્ટિસ્ટની સાથે છેડતી કરી હતી. તેમાંના 6માંથી એક શખ્સે મહિલા જુનિયર આર્ટિસ્ટ સાથે ગંદી હરકત પણ કરી હતી. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જ્યારે આ ફિલ્મની શુટિંગ મુંબઈના ચિત્રકૂટ સ્ટુડિયોમાં ચાલી રહી છે.
પીડિતાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે પોતાના સહકર્મની સાથે બેસી હીત, ત્યારે બે વ્યક્તિ પવન શેટ્ટી, સાગર અને તેના ચાર માણસો આવ્યા હતા. તેઓ જબરદસ્તી મારા સહકર્મીને દૂર કરવા લાગ્યા હતા. તેઓએ અમને ધમકી આપી હતી. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. શેટ્ટીએ મને ધક્કો આપવાનું શરૂ કર્યું, અને મારા પ્રાઈવેટ પાર્ટસને પણ ટચ કર્યું. મેં ઉત્પીડનનો કેસ ફાઈલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મના નિર્દેશક સાજીદ ખાન ઉપરાંત એક્ટર નાના પાટેકરે પણ આ ફિલ્મમાં થોડું શુટિંગ કર્યા બાદ તેને છોડી દીધી હતી. ત્યારે હવે ફિલ્મને લગતો #MeTooનો નવો વિવાદ સામે આવ્યો છે.