ફિલ્મ `ABCD` ફેમ ડાન્સર-અભિનેતા કિશોરની ડ્રગ્સ કેસમાં ધરપકડ
કિશોર અમન શેટ્ટી (Kishore Aman Shetty)એ ટીવી રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને બોલીવુડ સુપરહિટ ફિલ્મ એબીસીડી-એનીબડી કેન ડાન્સમાં અભિનય કરીને નામના મેળવી હતી.
નવી દિલ્હીઃ ડાન્સર-અભિનેતા કિશોર અમન શેટ્ટી (Kishore Aman Shetty) તથા એક અન્યની ડ્રગ્સનું સેવન અને પેડલિંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મંગલુરૂ સિટી પોલીસે શનિવારે આ જાણકારી આપી છે. શેટ્ટી દરિયાકાંઠાનો વિસ્તારનો એક જાણીતો સેલિબ્રિટી છે. તેણે ટીવી રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' અને બોલીવુડ સુપરહિટ ફિલ્મ 'એબીસીડી-એનીબડી કેન ડાન્સ'મા અભિનય કરીને નામના મેળવી હતી. આ ફિલ્મને ડાન્સ સ્ટાર અને ડાયરેક્ટર પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી હતી.
શેટ્ટી (30) સિવાય પોલીસે અકીલ નૌશીલ (28)ને કથિત રૂપે સિન્થેટિક ડ્રગ્સ એમડીએમએ રાખવાના આરોપમાં ધરપકડ કરી છે.
સિટી પોલીસ કમિશનર વિકાસ કુમાર વિકાસે પત્રકારોને કહ્યુ, સીસીબી પોલીસે આરોપી (શેટ્ટી અને અકીલ)ની આજે સવારે ધરપકડ કરવામાં આવી. તેણે મુંબઈથી ડ્રગ્સની ખરીદી કરી અને મેંગલુરૂમાં વેચી રહ્યો હતો.
એક સમય હતો જ્યારે રવિ કિશન ગાંજો પીતા હતા, દુનિયા જાણે છેઃ અનુરાગ કશ્યપ
પોલીસે તેની પાસેથી એમડીએમએ, એક મોટરસાઇકલ, બે મોબાઇલ ફોન જપ્ત કર્યાં છે.
બંન્નેની વિરુદ્ધ નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટાન્સ એક્ટ હેઠલ કેસ દાખલ કર્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube