Bollywood film 2022: બોલીવુડની ફિલ્મને જોતા ઘણી વખત એવો અનુભવ થાય છે કે, તમારી પાસે એક્ટર તો છે પરંતુ સારી સ્ટોરી અને સારા ડાયરેક્ટર નથી. તેમાં શંકા નથી કે આજની પેઢીમાં વિદ્યુત જામવાલ સૌથી સારો એક્શન હીરો છે પરંતુ તેના માટે સારી સ્ટોરી વિચારનાર લેખક અને ડાયરેક્ટર નથી. જે તેની ક્ષમતાના આધારે ફિલ્મ બનાવી શકે. પરીણામે વિદ્યુતની ફિલ્મોમાં રિપીટેશન સિવાય કશું જોવા મળતું નથી. બે વર્ષ પહેલા આવેલી ફિલ્મ ખુદા હાફિઝની સીક્વલ તરીકે તેની નવી ફિલ્મ આવી છે. ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગ્નિ પરીક્ષા. બંને ફિલ્મની કહાનીમાં મુળ વાત એક જ છે. અપહરણ, રેપ અને બદલો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરોની અગ્નિપરીક્ષા
અહીં અગ્નિપરીક્ષા ફરી એકવાર હીરોની થાય છે. અગાઉની ફિલ્માં સમીર અને નર્ગિસના નવા-નવા લગ્ન થાય છે અને નોકરી માટે મિડલ ઇસ્ટમાં ગયેલી નર્ગિસનું અપહણર થાય છે. પાછળ-પાછળ સમીર જાય છે અને ખબર પડે છે કે નર્ગિસને અપહરણકર્તાઓએ દેહવેપારના ધંધામાં ધકેલી દીધી છે. તેની સાથે ગેંપ રેપ પણ થયો છે. સમીર જીવના જોખમે દુશ્મનોના અડ્ડાની જાણકારી મેળવે છે અને નર્ગિસને બચાવી લખનઉ પરત ફરે છે. ત્યારે આ સીક્વલમાં તમે જોઈ શકશો કે નર્ગિસ આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. તે દવાઓ પર જીવે છે. સમીર આ સીક્વલમાં એક બાળકીને દત્તક લે છે નંદિની (રિદ્ધિ શર્મા). આ ઘટનાઓ ફરી પોતાને રિપીટ કરે છે. સ્કૂલમાં અભ્યાસ કરતી નંદિનીનું અપહરણ અને પછી બળાત્કાર થાય છે. તે તેનો જીવ ગુમાવે છે. આ અપરાધ કરનાર ગુનેગારો રાજકીય દબદબો ધરાવતા બગડેલા ધનિક લોકો છે. પોલીસ પણ તેમનું સાંભળે છે અને સમીરને સમજાવે છે કે વળતરના રૂપમાં મળતા પૈસા લઇને ચૂપ થઈ જાય. કારણ કે બાળકી તેની પોતાની ન હતી. ત્યારબાદ શું-શું થાય છે તે હિન્દી સિનેમાના દર્શક સમજી શકે છે.


પહેલા ઇમોશન, પછી એક્શન
સ્ટોરીમાં નવીનતાનો અભાવ છે. નિર્દેશક ફારૂખ કબીરનું કામ ઠીક છે. તેમણે ફિલ્મને બે ભાગમાં વહેંચી છે. પહેલો ભાગ ઇમોશન માટે રાખ્યો છે. જેમાં સમીર નર્ગિસ અને નંદિની તેમના દુ:ખોથી બહાર આવી રહ્યા છે અને ખુશીઓની ડોરથી બંધાય છે. પરંતુ આ ઘટના ફરી તેમને તોડી દે છે. જ્યારે બીજા ભાગમાં બદલાની કહાની છે એક્શનથી ભરપૂર. ગુનેગારો મિસ્ત્રમાં જઈ છૂપાઈ જાય છે અને આ વખતે સમીરનું એક્શન મિડલ ઇસ્ટની જગ્યાએ તમને ઉત્તર આફ્રીકાના રણ વિસ્તારમાં જોવા મળશે. ફિલ્મને સુંદર રીતે શૂટ કરવામાં આવી છે અને વિદ્યુતે પોતાના અંદાજમાં સારું કામ કર્યું છે. પરંતુ નિર્દેશકને તે ધ્યાન રાખવું જોઇએ કે એક્શન અને એક્ટર અવિશ્વનીય ન લાગે. જે રીતે સમીર દેશ-વિદેશમાં હત્યા કરે છે અને અંતે, તે ના માત્ર સુરક્ષિત રીતે પાછો ફરે છે, પરંતુ કાયદો પણ તેના માટે કંઇ કરતો નથી. તે સંપૂર્ણપણે કાલ્પનિક લાગે છે.


યાદ રહી જાય છે આ એક્ટર
એક્ટર આ કહાનીમાં પોતાની છાપ છોડી જાય છે. જ્યારે સંગીત આ કરી શકતું નથી. શિવાલિકા ઓબેરોય પોતાના રોલમાં સારી લાગી રહી છે, પરંતુ બીજા ભાગમાં નિર્દેશકનો ફોકસ તેના પરથી સંપૂર્ણ હટી ગયો છે. પોતાના રેપિસ્ટ પૈત્રને બચાવવા તમામ અસ્તયને સત્ય બનાવનાર શીદા ઠાકુરના દબંગ રૂપમાં શીબા ચઢ્ઢા સારી લાગે છે. જ્યારે સંવેદનશીલ પત્રકારત્વ કરતા રાજેશ તૈલંગ પ્રભાવ છોડે છે. અસલી બદમાશ બચ્ચુ (બોધિસત્વ શર્મા) ની તરફ પણ તમારું ધ્યાન જાય છે, પરંતુ તેના ટ્રેકમાં થોડી વિવિધતા રહેતી તો વધુ ચમક આવી શકતી હતી. દાનિશ હુસેન અને દિવ્યેંદુશ શર્મા તેમની નાની ભૂમિકાઓમાં યાદ રહે છે. સામાન્ય દર્શક સામે ફિલ્મમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. એક તો ફિલ્મ જોતા તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો કે આગળ શું-શું હશે. અંતમાં કહાની ક્યાં જઈને રોકાશે. પરંતુ તમને એક્શન ફિલ્મોનો શોખ છે અને તમે વિદ્યુત જામવાલના ફેન્સ છો તો ઠીક છે. તમે ફિલ્મ જોઇ શકો છો. તે માપદંડો પર આ ફિલ્મ તમારું મનોરંજન કરશે. તમને મજા આવશે.


નિર્દેશક: ફારૂખ કબીર
સ્ટાર: વિદ્યુત જામવાલ, શિવાલિકા ઓબેરોય, શીબા ચઢ્ઢા, બોધિસત્વ શર્મા, રાજેશ તૈલંગ, રિદ્ધિ શર્મા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube