પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન પર આધારિત હશે ફિલ્મ `વાહ જિંદગી`
લૉકડાઉન દરમિયાન દેશને આત્મનિર્ભર બનાવવાનો મંત્ર આપ્યો હતો. મોદીએ દેશના લોકોને વધુમા વધુ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. મોદીના આ મંત્ર પર આધારિત એક બોલીવુડ ફિલ્મ બનવાની છે.
નવી દિલ્હીઃ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને કારણે થયેલા લૉકડાઉન પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતુ. તેમણે આ લૉકડાઉન દરમિયાન દેશને આત્મનિર્ભર બનાવવાનો મંત્ર આપ્યો હતો. મોદીએ દેશના લોકોને વધુમા વધુ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. મોદીના આ મંત્ર પર આધારિત એક બોલીવુડ ફિલ્મ બનવાની છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મનું નામ 'વાહ જિંદગી' હશે અને તેમા સંજય મિશ્રા અને વિજય રાજ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં હશે. જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મની કહાની એક એવા વ્યક્તિ પર આધારિત છેજેણે પોતાનો સ્વદેશી સામાન બનાવવા અને વેચવા માટે વિદેશી સામાનની સાથે બજારમાં મોટો મુકાબલો કરવો પડે છે.
હવે આ રીતે પોલીસની મદદ કરે છે Akshay Kumar, ફરી એકવાર જીત્યું દિલ
ફિલ્મની કહાની મુખ્ય રૂપથી 'મેક ઇન ઇન્ડિયા' કોન્સેપ્ટને સપોર્ટ કરનારી હશે. વાહ ઇન્ડિયાનું દિગ્દર્શન દિનેશ સિંહ યાદવ કરશે. અશોક ચૌધરી આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. આશા છે કે જલદી આ ફિલ્મ બનીને તૈયાર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube