હવે આ રીતે પોલીસની મદદ કરે છે Akshay Kumar, ફરી એકવાર જીત્યું દિલ
Trending Photos
નવી દિલ્હી: અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)એ નાસિકના ફ્રન્ટલાઇન વર્કર્સને તેમનું સમર્થમ આપ્યું છે. મુંબઇ પોલીસ (Mumbai Police)ને વાયરસના લક્ષણોથી ટ્રેક કરતી 1000 સ્માર્ટવોચ દાન કર્યા બાદ અભિનેતાએ નાસિક પોલીસને પણ 500 સ્માર્ટવોચ દાન કરી છે. અક્ષય કુમાર કોરોના વાયરસ મહામારીથી લડત આપવા સતત પોલીસ તંત્રની મદદ કરી રહ્યાં છે.
500 સ્માર્ટવોચ દાન કરવા પર નાસિક પોલીસ (Nashik Police) કમિશ્નર વિશ્વાસ નાંગરે પાટિલ કહે છે કે, અમને 500 સ્માર્ટવોચ દાન કરવા માટે અક્ષય કુમારનો આભારી છું. આ સ્માર્ટવોચનો ઉપયોગ અમારા ફ્રંટલાઇન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. જે 45 વર્ષથી વધારે ઉંમરના છે. તેમના શરીરનું તાપમાન, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરનો ડેટા COVID ડેશબો્ડ પર એકત્ર કરવામાં આવશે. જે કેન્દ્રીય રૂપથી પોલીસ દળ દ્વારા નજર રાખવામાં આવે છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ ડેશબોર્ડ્સ, જે બીએમઆઇ અને પગલા રેકોર્ડ પણ સતત ટ્રેક કરવામાં આવશે.
આ બેન્ડ્સ ભારતમાં ઘણા તબક્કામાં ઉપલબ્ધ થશે. સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવતા પહેલા, ફ્રન્ટલાઈન કામદારોને તાત્કાલિક દેખાવ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે