October OTT Release: ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં ઓટીટી પર દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ રીલીઝ થવાની છે. એટલે કે ઓક્ટોબર મહિનામાં લોકોને ઘરબેઠા જ મનોરંજનનો ખજાનો મળી જવાનો છે. આ મહિના દરમિયાન અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ રીલીઝ થવાની છે. જેની મજા તમે ઘર બેઠા પરિવાર સાથે માણી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઓક્ટોબર મહિના દરમિયાન કઈ ફિલ્મ અને વેબસરીઝ તમે કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગદર ટુ


બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરનાર ગદર 2 ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ઝી5 પર રિલીઝ થશે. આ ફિલ્મ 6 ઓક્ટોબરે જોવા મળશે.


OMG 2 

રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' પણ આ મહિને OTT પર રિલીઝ થશે. જો કે, આ ફિલ્મની OTT રિલીઝ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આ પણ વાંચો:


Tiger 3 માં શાહરુખ-સલમાનના એક સીન પર ખર્ચ થયા 30 કરોડ, જય-વીરુ જેવી દેખાશે આ જોડી


ફિલ્મ માટે ફિલ્મમેકરે સેક્સની ઓફર કરી, ના કહી તો ફિલ્મમાંથી કરી બહાર : ઈશા ગુપ્તા


Anushka Shrama: વિરાટ કોહલી બીજી વખત બનશે પિતા, અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેંટ


ખુફિયા

જો તમને થ્રિલર જોવાનો શોખ હોય તો 'ખુફિયા' તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તેમાં તબ્બુ, અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓક્ટોબરે રિલીઝ થશે.


કાલા પાની

થ્રિલર વેબ સીરીઝ 'કાલા પાની' નેટફ્લિક્સ પર 18 ઓક્ટોબરે રિલીઝ થશે. આ વેબ સિરીઝમાં મોના સિંહ અને આશુતોષ ગોવારિકર લીડ રોલમાં છે.


સુલતાન ઓફ દિલ્હી

જો તમે ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ જોવા ઈચ્છો છો તો સુલતાન ઓફ દિલ્હી તમારા માટે છે. જે ડિઝની હોટસ્ટાર પર 13 ઓક્ટોબરે રિલીઝ થશે. 
 
મુંબઈ ડાયરી 2

'મુંબઈ ડાયરીઝ 2' એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. તેમાં મોહિત રૈના, કોંકણા સેન અને ટીના દેસાઈ છે.  


ખુશી

સમંથા અને વિજય દેવરાકોંડાની ફિલ્મ 'ખુશી' થિયેટરમાં બાદ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. તે 1 ઓક્ટોબરના રોજ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે.