Anushka Shrama Pregnant : વિરાટ કોહલી બીજી વખત બનશે પિતા, અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેંટ

Anushka Shrama Second Baby: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નેન્ટ છે. હાલ આ કપલ આ ગુડ ન્યુઝ લોકો સામે લાવવા માંગતા નથી પરંતુ ટૂંક સમયમાં જ તેઓ આ વાતની ઓફિશિયલ ઘોષણા કરશે.

Anushka Shrama Pregnant : વિરાટ કોહલી બીજી વખત બનશે પિતા, અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેંટ

Anushka Sharma 2nd Pregnancy: અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીને લઈને એક મોટી ખબર સામે આવી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે ટુંક સમયમાં જ નવા મહેમાનની એન્ટ્રી થવાની છે. એટલે કે અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને તેઓ તેમના બીજા સંતાનને વેલકમ કરવા જઈ રહ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નેન્ટ છે. હાલ આ કપલ આ ગુડ ન્યુઝ લોકો સામે લાવવા માંગતા નથી પરંતુ ટૂંક સમયમાં જ તેઓ આ વાતની ઓફિશિયલ ઘોષણા કરશે.

આ પણ વાંચો:

અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી ની વાત ત્યારે સામે આવી જ્યારે થોડા સમય પહેલા અનુષ્કા વિરાટ સાથે મેટરનેટી ક્લિનિકની બહાર સ્પોટ થઈ હતી. જોકે તે સમયે બંનેએ પોતાના ફોટોને ક્લિક ન કરવાની રિક્વેસ્ટ કરી હતી. તેથી તેમનો ફોટો તો સામે આવ્યો નથી પરંતુ તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ તેઓ આ અંગે સત્તાવાર ઘોષણા કરશે. 

જણાવી દઈએ કે અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી પબ્લિક અપીયરન્સથી દૂર રહે છે. અંબાણીના ઘરની ગણેશ ચતુર્થીની પાર્ટીમાં પણ આ કપલ જોવા મળ્યું ન હતું. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. આજ સુધી તેમને પોતાની દીકરી વામિકામે પણ મીડિયાથી દૂર રાખી છે. 

વામિકા બે વર્ષની થઈ છે પરંતુ તેનો ચહેરો મીડિયા સામે આવ્યો નથી. તેવામાં હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે આ સ્ટાર કપલ આ ગુડ ન્યુઝને ક્યારે ઓફિશિયલી શેર કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news