નવી દિલ્લીઃ શુક્રવારે બોક્સ ઑફિસ પર જાણે મોટો હંગામો થવા જઈ રહ્યો છે. કારણ કે લાંબા સમય બાદ બોક્સ ઑફિસ પર એક સાથે 17 ફિલ્મો રિલીઝ થવાની છે. નવ ભાષાઓમાં તૈયાર થયેલી આ ફિલ્મોમાં રણબીર કપૂર, નાગા ચૈતન્યા અને મલ્લિકા શેરાવતની ફિલ્મો પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શમશેરા પર દારોમદાર-
રણબીર કપૂરની શમશેરાની ટક્કર રજત કપૂર અને મલ્લિકા શેરાવતની આરકેય/આરકેવાય સાથે થવાની છે. એક તરફ મલ્લિકા લાંબા સમય બાદ પડદા પર દેખાશે. તો શમશેરા પર યશરાજ અને રણબીર કપૂર બંનેનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.


તેલુગુ સિનેમામાં થશે ધમાકો-
આ શુક્રવારે તેલુગૂ સિનેમાની છ ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં ગુરગુંડા સીતા કલામ, માઈ નેમ ઈઝ શ્રુતિ, થેંક્યુ, કાર્તિકેય 2, બોમ્મા અને મુખચિત્રમનો સમાવેશ થાય છે. આ બધામાંથી સૌને નાગા ચૈતન્ય સ્ટારર થેંક્યૂથી સૌથી વધારે આશા છે.


તમિલ સિનેમામાં આવશે બે ફિલ્મો-
તમિલ ફિલ્મો દેજા વૂ અને માહા આ અઠવાડિયે રિલીઝ થવાની છે. માહામાં હંસિકા મોટવાની અને શ્રીકાંત મહત્વની ભૂમિકામાં છે. તો દેજા વૂ એક એક્શન ફિલ્મ છે.


ગુજરાતમાં મચશે ધમાલ-
આ શુક્રવારે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ રાડો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં યશ સોની મુખ્ય ભૂમિકામાં છે. સાથે નીલમ પંચાલ, હિતેન કુમાર જેવા કલાકારો જોવા મળશે,


'મલયંકુંજૂ' કરશે કમાલ?
મલયાલમ ભાષામાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ સાજિમાન પ્રભાકરે ડાયરેક્ટ કરેલી ફિલ્મ છે. જેમાં ફહદ ફાસિલ અને રાજિશા વિજયન મુખ્ય ભૂમિકામાં છે.


મરાઠી ફિલ્મનો જલવો-
મરાઠી અવૉર્ડ વિનિંગ પ્લેટ અન્નયા પર આધારિત ફિલ્મ આ શુક્રવારે મોટા પડદા પર આવવાની છે.


કન્નડ ભાષામાં આવશે બે ફિલ્મો-
આ શુક્રવારે કન્નડ ભાષામાં બે ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાંથી તોતાપુરી એક રોમાન્ટિક કોમેડી છે.આ ફિલ્મને ટક્કર રામનારાયણની અબ્બારા આપશે.


બંગાળીમાં આવશે સહોબાશે-
અંજન કાંજીલાલની ફિલ્મ સહોબાશે પણ આ અઠવાડિયે આવશે. જેમાં દેબોલીના દત્તા, ઈશા સાહ અને બ્રત્ય બસુ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.