નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ ( Alia Bhatt)નો રિલેશન હવે કોઇનાથી છુપો નથી. હવે બંને ખુલ્લમ ખુલ્લા એકબીજાના હાથમાં હાથ નાખેલા જોવા મળતા હતા, પરંતુ ખાસ વાત એ છે કે બંનેએ ફરીથી પોતાના સંબંધો પર સત્તાવાર મોહર લગાવી દીધી છે. તેમછતાં ફેન્સ લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઇ રહ્યા છે. 2019થી સમાચારોએ જોર પકડ્યું છે કે આ કપલ લગ્ન કરવાનું છે, પરંતુ હવે પહેલીવાર રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે પોતાના લગ્ન પર મોહર લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ રાજીવ મસંદને આપેલા એક ઇન્ટરવ્યુંમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટ વિશે વાત કરી. સાથે જ લગ્નના પ્લાન્સ (Wedding Plan) પણ બતાવ્યા છે. રણબીરે જણાવ્યું કે લોકડાઉનમાં બંનેએ સાથે સમય વિતાવ્યો છે. 


રણબીર કપૂરે જણાવ્યું કે જ્યાં તે આખો દિવસ ફિલ્મો અને શોઝમાં જોતા હતા તો બીજી તરફ આલિયા કંઇક ને કંઇક નવું શીખતી હતી. રણબીરે લોકડાઉનમાં શું શીખ્યા? તેના પર આલિયાએ ગિટાર શીખવાથી માંડીને સ્ક્રીન રાઇટિંગ સુધીના ક્લાસ લીધા હતા, પરંતુ તેમણે કોઇ ક્લાસ લીધા નહી. 

વિવાદોમાં ઘેરાઇ 'Gangubai Kathiawadi', Alia Bhatt અને Sanjay Leela Bhansali વિરૂદ્ધ કેસ દાખલ


રણબીરે જણાવ્યું કે લોકડાઉન (Lockdown)ની શરૂઆતમાં અમે પરિવારની પરેશાનીઓમાંથી પસાર થઇ રહ્યા હતા, પરંતુ પછી મેં પુસ્તકો વાંચવા સાથે પરિવાર સાથે સમય વિતાવ્યો અને દિવસમાં 2 થી 3 ફિલ્મો પણ જોઇ. 

SEX લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કરી ચૂક્યા છે આ 11 બોલીવુડ સ્ટાર્સ, બેડરૂમ સીક્રેટ જાણીને ચોંકી જશો તમે


લગ્ન પર રણબીરનું નિવેદન
રણબીર કપૂર (Ranbir Kapoor)એ પહેલીવાર પોતાના અને આલિયાના લગ્ન વિશે ખુલીને વાત કરતાં કહ્યું કે 'જો અમારી જીંદગીમાં મહામારી ન આવી હોત તો અત્યાર સુધી લગ્ન થઇ ચૂક્યા હોત. એક્ટરે કહ્યું કે 'જીંદગીના લક્ષ્ય પર હું જલદી જ ટિક માર્ક કરવા માંગુ છું. રણવીરે કહ્યું કે આલિયા પોતાની જીંદગીમાં ઘણું બધુ પ્રાપ્ત કરવા માંગે છે.  

Tamannaah થી લઇને Rashmika સુધી Makeup વિના આવી દેખાઇ આ એક્ટ્રેસ, 9મો ફોટો જોઇ રહી જશો દંગ


આ ફિલ્મમાં સાથે જોવા મળશે બંને
આલિયા અને રણવીર પહેલી વાર બ્રહ્માસ્ત્ર (Brahmastra) ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મને અયોન મુખર્જી નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પહેલો ભાગ આ ડિસેમ્બરમાં રિલીઝ થવાનો હતો, પરંતુ લોકડાઉનના કારણે દિલ્હીની રીલીઝ અડેટને આગળ વધારી દેવામાં આવી છે. ફિલ્મમાં રણબીર અને આલિયાની સાથે અમિતાભ બચ્ચન, ડિંપલ કાપડિયા, મૌની રોય મહત્વપૂર્ણ રોલ ભજવતાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube