નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની 'ઠાકરે' 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે ધમાકેદાર શરૂ કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે પહેલા દિવસે બોક્સઓફિસ પર 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બાલ ઠાકરેના જીવન પર બનેલી આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે તેમણે મરાઠી લોકો માટે લડાઈનું બ્યુગલ ફુંક્યું અને કઈ રીતે શિવસેના સંગઠનમાંથી એક પાર્ટી બની. આ ફિલ્મમાં બાલા સાહેબના સારા અને ખરાબ બંને પાસાઓને દેખાડવામાં આવ્યા છે. ઠાકરેના રોલમાં નવાઝુદ્દીને તેમજ મીના તાઈના રોલમાં અમૃતા રાવે સારું પર્ફોમન્સ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિવ ઇન રિલેશનશીપ વિશે કાર્તિકના વિચારો જાણીને કહેશો કે બાપ રે...!


જુલાઈ મહિનામાં નવાઝુદ્દીનનો ઠાકરે લુક લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ ચાહકોમાં આ ફિલ્મ પ્રત્યે ઉત્કંઠા હતી. નવાઝ આ પહેલા દશરથ માંઝીની બાયોપિક ફિલ્મ માંઝી-ધ માઉન્ટેન મેન અને હસન મંટોની બાયોપિક મંટોમાં દેથાઈ ચૂક્યો છે. આ તેની ત્રીજી બાયોપિક ફિલ્મ છે. બંને ફિલ્મમાં નવાઝની એક્ટિંગ વખણાઈ હતી. ત્રીજી ફિલ્મ પાસે પણ દર્શકોને સારી અપેક્ષા હતી જે સંતોષાઈ છે. 


આ ફિલ્મની પટકથા શિવસેના રાજ્યસભાના સદસ્ય તથા પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે લખી છે. રાઉત આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે. અન્ય નિર્માતા કાર્નિવલ મોશન પિક્ચર્સ છે. ‘ઠાકરે’ ફિલ્મનું દિગ્દર્શન અભિજીત પનસેએ કર્યું છે. ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ કરાશે. આ ફિલ્મ મરાઠી અને હિન્દીમાં હશે. બાલ ઠાકરે 2012માં અવસાન પામ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં 50 વર્ષ સુધી છવાયેલા રહ્યા હતા. એમણે પોતાની કારકિર્દી કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી પણ પછી રાજકારણમાં છવાઈ ગયા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...