લિવ ઇન રિલેશનશીપ વિશે કાર્તિકના વિચારો જાણીને કહેશો કે બાપ રે...!

કાર્તિક પાસે અનેક સારા પ્રોજેક્ટ છે. નવી અભિનેત્રીમાં સારા સહિતની અભિનેત્રીઓ આર્યન સાથે ડેટ પર જવા માટેની ઇચ્છા ધરાવે છે

લિવ ઇન રિલેશનશીપ વિશે કાર્તિકના વિચારો જાણીને કહેશો કે બાપ રે...!

નવી દિલ્હી : વર્ષ 2011માં ફિલ્મ પ્યાર કા પંચનામાથી એક્ટિંગની શરૂઆત કરનાર એક્ટર કાર્તિક આર્યન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માગે છે. હાલમાં જ કાર્તિકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન વ્યક્તિગત સવાલોના જવાબ આપતા આ જાણકારી આપી છે. કાર્તિક જણાવે છે કે, જ્યારે પણ તેની કોઈ ગર્લફ્રેન્ડ બને છે, તેની માતા તેની સાથે મિત્રતા કરી લે છે. ત્યાર બાદ તે કાત્રિકની જગ્યાએ તેની માતાની વધારે નજીક થઈ જાય છે અને તે સાઈડ લાઈન થઈ જાય છે. તે કહે છે કે આજ સુધી તો એવું નથી બન્યું કે તેને લિવ ઇનમાં રહેવું પડે પરંતુ તે ઈચ્છે છે કે ભવિષ્યમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે લિવ ઈનમાં રહે.

નોંધનીય છે કે બોલિવૂડમાં હાલની લોકપ્રિય સ્ટાર સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. જો કે સારાની ઇચ્છા પર હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેએ પાણી ફેરવી દીધુ છે કારણ કે કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે એકબીજા સાથે નજરે ચડી રહ્યા છે.

કાર્તિક પાસે અનેક સારા પ્રોજેક્ટ છે. નવી અભિનેત્રીમાં સારા સહિતની અભિનેત્રીઓ આર્યન સાથે ડેટ પર જવા માટેની ઇચ્છા ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news