કેવા છે જયેશભાઈ જોરદાર? જાણીને પડી જશો એના પ્રેમમાં
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranvir singh) પોતાની હટકે પસંદગી અને રોલ માટે જાણીતો છે. હાલમાં રણવીરે પોતાની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદાર (Jayeshbhai jordar)નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં રણવીરનો લુક ટિપીકલ ગુજરાતી યુવાન જેવો છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranvir singh) પોતાની હટકે પસંદગી અને રોલ માટે જાણીતો છે. હાલમાં રણવીરે પોતાની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદાર (Jayeshbhai jordar)નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં રણવીરનો લુક ટિપીકલ ગુજરાતી યુવાન જેવો છે. રણવીરની કરિયર પુરજોશમાં દોડી રહી છે. આ ફિલ્મ પહેલાં તેની 83 રિલીઝ થશે. આ ફિલ્મમાં તે કપિલ દેવ (Kapil dev)ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1983માં ભારતને મળેલી વર્લ્ડ કપ જીત પર આધારિત છે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. લગ્ન પછી બંનેની આ પહેલી સાથે ફિલ્મ છે.
દીપિકા સાથેના કિસિંગ સીનને ચર્ચામાં આવેલા એક્ટરે રાતોરાત કરી લીધી સગાઈ
સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!
એક ઇન્ટરવ્યૂમાં જયેશભાઈના કેરેક્ટર વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે, 'જે રીતે ચાર્લી ચેપલિને એકવાર કહ્યું હતું કે, "સાચા હાસ્ય માટે તમારી અંદર પીડા સહન કરવાની સમર્થતા હોવી જરૂરી છે. જયેશભાઈ એક સાધારણ વ્યક્તિ છે, જે કોઈ અસાધારણ પરિસ્થિતિમાં મૂકાય તો બધું જ સાધારણ કરી દે છે. જયેશભાઈ સંવેદનશીલ અને દયાળુ છે. તે સમાજમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચે સમાન અધિકારોમાં વિશ્વાસ રાખે છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube