સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!

શોમાં પોતાની કો સ્ટાર કૃતિ સેનન અંગે વાત કરતા તેમણે કહ્યું કે તે કૃતિના કામથી ખુબ ઈન્પ્રેસ થયો છે અને કૃતિ તેની 309મી ગર્લફ્રેન્ડ બની શકે છે. જો કે આ વાત તેણે હળવા મૂડમાં અને કોમેડી અંદાજમાં કરી હતી.તે ફક્ત પોતાના કોમિક ટાઈમિંગના કારણે આવું બોલ્યો હતો.  પરંતુ આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા હતાં. 

સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!

મુંબઇ: અર્જૂન કપૂર, કૃતિ સેનન (Kriti Sanon), અને સંજય દત્ત (Sanjay Dutt) ની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પાણીપત (Panipat) રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ચાહકોને આ ફિલ્મની ખુબ આતુરતા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્માના શોમાં પણ જોવા મળશે. આ શોમાં આ વખતે જબરદસ્ત મનોરંજન જોવા મળશે.

કપિલે પૂછ્યું કે તમને પાણીપતના યુદ્ધ અંગે ખબર હતી, તો સંજય દત્તે જવાબ આપ્યો કે હિસ્ટ્રી વાચી છે પરંતુ નંબર બહુ ઓછા આવતા હતાં. કપિલે પૂછ્યું કે કયા વિષયમાં તો સંજયે કહ્યું કે બધામાં. પછી કપિલે પૂછ્યું કે તમે સુનીલ દત્ત સાહેબના સિગ્નેચર માર્કશીટમાં કર્યા છે તો જ સંજયે જવાબ આપ્યો કે ઘણીવાર કર્યા છે. મે મમ્મી અને ટીચરના પણ સાઈન કર્યા છે. આ સાંભળીને બધા હસી પડે છે. 

ત્યારબાદ કપિલ પૂછે છે કે તમારી એક ફિલ્મ આવી હતી સંજૂ. જેમાં રણબીર કપૂરે તમારી ભૂમિકા ભજવી હતી. અમે તેમા જોયું કે તમારી 308મી ગર્લફ્રેન્ડ હતી, સર માલા પણ 108 પર ખતમ થઈ જાય છે. જેના પર સંજયે જવાબ આપ્યો કે મારી માળા 308ની છે અને એ હજુ અહીં ખતમ થઈ નથી. આગળ ઘણુ બધુ થઈ શકે છે. 

જુઓ LIVE TV

ત્યારબાદ સવાલ પૂછાય છે કે શું માન્યતાને પહેલેથી ખબર હતી કે તમારી 308 ગર્લફ્રેન્ડ હતી કે પછી મૂવી જોઈને ખબર પડી. સંજયે કહ્યું કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો મને પૂછ્યું હતું. મેં કહ્યું કે જૂની વાતો ભૂલી જાઓ. શું કરવાનું? આ શોમાં પોતાની કો સ્ટાર કૃતિ સેનન અંગે વાત કરતા તેમણે કહ્યું કે તે કૃતિના કામથી ખુબ ઈન્પ્રેસ થયો છે અને કૃતિ તેની 309મી ગર્લફ્રેન્ડ બની શકે છે. જો કે આ વાત તેણે હળવા મૂડમાં અને કોમેડી અંદાજમાં કરી હતી.તે ફક્ત પોતાના કોમિક ટાઈમિંગના કારણે આવું બોલ્યો હતો.  પરંતુ આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news