નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશમી (Emraan Hashmi) ટૂંક સમયમાં રૂમી જાફરી નિર્દેશિતની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચેહરે'માં એકસાથે જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. આ ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે 24 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.


શુક્રવારે ઇમરાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં ઇમરાન સાથે અમિતાભ બચ્ચન બિલકુલ નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં બંનેનો લુક ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે. ફિલ્મના આ ફર્સ્ટ લુક દ્વારા એ વાત પણ સામે આવી છે કે આ ફિલ્મ આગામી વર્ષે 24 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube