Deepika Padukone at FIFA World Cup: હાલમાં જ દુનિયાભરની સૌથી ગ્લેમર અને હોટ અભિનેત્રીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં બોલીવુડની દીપિકા પાદુકોણ પણ આ લીસ્ટમાં અવલ્લ હતી. લગ્ન બાદ દીપિકાના સિતારા વધારે ચમકી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. એ જ કારણ છેકે, દીપિકા પાદુકોણનો હવે હોલિવુડ અને ભારત ઉપરાંત અન્ય ગ્લેમર ઈન્ડસ્ટ્રી પણ રિસ્પેક્ટ આપી રહી છે. જેને પગલે આ વખતે ફીફા વર્લ્ડ કપનું મહત્ત્વનું કામ પણ દીપિકા પાદુકોણને સોંપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ કતરમાં ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ફૂટબોલનો વર્લ્ડ કપ હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. ત્યારે આ વર્લ્ડ કપની ચમચમાતી ટ્રોફી ઉઠાવવાનું દરેક ખેલાડી અને દુનિયાભરના દેશો સપનું જોઈ રહ્યાં છે. આ ટ્રોફીનું અનાવરણ એ પણ એક સ્પેશિયલ ઈવેન્ટ ગણાય છે. ત્યારે આ ઈવેન્ટ કોઈ હોલિવુડ સેલેબને સોંપવાને બદલે બોલીવુડ બેબને આ કામ મળ્યું છે.


જી હાં, રામલીલાની લીલા એટલેકે, દીપિકા પાદુકોણને ફિફા વર્લ્ડ કપની ખાસ સેરેમનીમાં આ સન્માન આપવામાં આવ્યું છે. બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ કતારમાં 18 ડિસેમ્બરે રમાનારી ફાઇનલ મેચ પહેલા ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે. અભિનેત્રીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, દીપિકા ટૂંક સમયમાં કતાર જશે અને ભરચક સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે, ફિફાના ઇતિહાસમાં આવું કરનાર તે પ્રથમ ઇન્ડિયન એક્ટર બનશે.


જો કે, આ ન્યૂઝ ફાઈલ કરવામાં આવ્યા ત્યાં સુધીમાં દીપિકાની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. દીપિકાએ તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાંના એક તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી’ અનુસાર વિશ્વની ટોપ 10 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં તે એકમાત્ર ભારતીય પણ હતી. દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે આગામી ફિલ્મ પઠાણમાં જોવા મળશે, જે 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.