Salaar Starcast: સાલાર ફિલ્મનું મચ અવેટેડ ટીઝર રિલીઝ થયું છે. ટીઝર રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર પ્રભાસનું નામ ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આ ફિલ્મ ઉપર પ્રભાસના કરિયરનો આધાર છે. કારણ કે બાહુબલી પછી પ્રભાસ એક પણ સુપરહિટ ફિલ્મ આપી શક્યો નથી તેવામાં હવે પ્રભાસના ચાહકોની નજર પણ આ ફિલ્મ ઉપર છે. આ ફિલ્મ કેજીએફ ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું ટીઝર જોયા પછી ફિલ્મ ચાહકોની ફિલ્મને લઈ અપેક્ષા વધી ગઈ છે. ફિલ્મના ટીઝરની સાથે આ ફિલ્મની સ્ટારકાસ્ટની ફી પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રભાસની ફી 100 કરોડથી પણ વધુ


આ પણ વાંચો:


Salaar Teaser: પ્રભાસની ફિલ્મ સાલારનું ટીઝર રિલીઝ, પ્રભાસને જોઈ રુવાડા થઈ જશે ઊભા


SRK એ વગાડ્યો ડંકો Jawan અને Dunki ફિલ્મે રિલીઝ પહેલા કરી 480 કરોડની કમાણી


OMG 2: ભોળાનાથના સ્વરુપમાં જોવા મળશે અક્ષય કુમાર, ઓહ માય ગોડ 2નું નવું પોસ્ટર રિલીઝ
 


આદિપુરુષ ફિલ્મમાં પ્રભાસને તેના રોલ માટે નેગેટિવ રિસ્પોન્સ મળ્યો છે. તેમ છતાં સાલાર ફિલ્મ માટે પ્રભાસે મોટી ફી વસૂલ્યાની ચર્ચા છે. આદિપુરુષ ફિલ્મમાં તેણે 100 કરોડ રૂપિયા ફી લીધી હતી. પરંતુ આ ફિલ્મમાં તેને 100 કરોડ ફી ઉપરાંત ફિલ્મના પ્રોફિટનો 10% ભાગ પણ મળશે.


 


શ્રુતિ હસનની ફી


સાલાર ફિલ્મમાં પ્રભાસની ઓપોઝિટ શ્રુતિ હસન જોવા મળશે. આ ફિલ્મ માટે શ્રુતિ હસનને 8 કરોડ રૂપિયા ફી મળી છે. 


 


પૃથ્વીરાજ સુકુમારન


સાલાર ફિલ્મના ટીઝરમાં પૃથ્વીરાજ સુકુમારનો ડેન્જર લુક જોવા મળે છે. આ ફિલ્મ માટે તેને 4 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.


 


જગપતિ બાબુ


સાઉથ સિનેમામાં જગપતિ બાબુ ખૂબ જ મોટું નામ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં જગપતિ બાબુ પણ મહત્વના રોલમાં જોવા મળશે અને તેને 4 કરોડ રૂપિયા ફી મળી છે.


 


પ્રશાંત નીલ


કેજીએફ ફિલ્મ પછી પ્રશાંત નીલે પોતાની ફી વધારી દીધી છે. કેજીએફ માટે તેણે 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો પરંતુ હવે આ ફિલ્મમાં તેણે 50 કરોડ રુપિયા લીધા છે.